સચિનની પુત્રી સારા થઇ ગ્રેજ્યુએટ, માતા-પિતાએ સેરેમનીમાં લીધો ભાગ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર મેડિસીનમાં યૂનિવર્સિટી ઓફ લંડનમાંથી ગ્રેજ્યુએટ થઇ

DivyaBhaskar.Com | Updated - Sep 07, 2018, 04:10 PM
Sachin Tendulkar daughter Sara Tendulkar graduated in medicine from the University College of London

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. લંડનમાં પોતાની ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીર સારાએ શેર કરતા લખ્યુ કે આ મે શું કર્યુ? સારાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં તેના પિતા સચિન તેંડુલકર અને માતા અંજલિએ પણ ભાગ લીધો હતો.

પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી સારા

સારા તેંડુલકરે ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં તે પરંપરાગત ગાઉનમાં નજરે પડી રહી છે. સચિન તેંડુલકર અને અંજલિ ખુશ નજરે પડી રહ્યાં છે. સારાએ પોતાના સ્કૂલનો અભ્યાસ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે. જે બાદ તે ગ્રેજ્યુએશન કરવા લંડન ગઇ હતી. સારાની આ તસવીરને 1 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે અને તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

સચિનની પુત્રી છે સારા

સારા સચિન તેંડુલકરની દીકરી છે. જ્યારે સચિનનો પુત્ર અર્જૂન તેંડુલકર ક્રિકેટ રમે છે. તાજેતરમાં જ તેને ઇન્ડિયા એ તરફથી શ્રીલંકા વિરૂદ્ધ અંડર-19 ટૂર્નામેન્ટ રમી હતી. અર્જૂન ફાસ્ટ બોલરની સાથે સાથે બેટ્સમેન પણ છે.

ટીમ ઇન્ડિયામાં પડી ફૂટ! વિરાટ કોહલી- રવિ શાસ્ત્રીની જોડીથી પરેશાન છે ભારતીય ખેલાડી

X
Sachin Tendulkar daughter Sara Tendulkar graduated in medicine from the University College of London
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App