મેચ જોવા આવેલી અમદાવાદી યુવતીને દિલ દઇ બેઠો હતો આરપી સિંહ, ધોની પત્ની સાથે આવ્યો હતો લગ્નમાં

ધોનીના ખાસ મિત્ર આરપી સિંહે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ટ્વિટર પર કરી જાહેરાત

DivyaBhaskar.Com | Updated - Sep 05, 2018, 12:33 PM
Love Story Of Indian Cricketer RP Singh And Divyanshi Popat

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ફાસ્ટ બોલર આરપી સિંહે સંન્યાસની જાહેરાત કરી છે. આરપી સિંહે 13 વર્ષ પહેલા ચાર સપ્ટેમ્બર, 2005માં ડેબ્યુ કર્યુ હતું, તે જ દિવસે તેને સંન્યાસની જાહેરાત કરી હતી.આરપી સિંહ છ વર્ષ ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહ્યો હતો.આરપી સિંહ અમદાવાદનો જમાઇ છે, તેને અમદાવાદી યુવતી સાથે લગ્ન કર્યા છે.

આરપી-દેવ્યાંશીની આ રીતે થઇ મુલાકાત

આરપી સિંહ અને દેવ્યાંશીની પ્રથમ મુલાકાત એક રણજી ટ્રોફી મેચ દરમિયાન વર્ષ 2009માં થઇ હતી. તે યૂપી અને ગુજરાત વચ્ચે મેચ જોવા માટે પહોચી હતી, કારણ કે ગુજરાતની ટીમ તરફથી તેના કેટલાક મિત્રો પણ ક્રિકેટ રમી રહ્યાં હતા. તેમને જ પ્રથમ વખત દેવ્યાંશીની પ્રથમ વખત રૂદ્ર પ્રતાપ સાથે મુલાકાત કરાવી હતી. તે બાદ બન્ને સારા મિત્ર બની ગયા. આ બન્નેને જલ્દી જ અહેસાસ થયો કે તેમની મિત્રતા પ્રેમમાં બદલી શકે છે. આશરે ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બન્નેએ 2012માં લગ્ન કરી લીધા હતા.

લગ્નમાં પત્ની સાથે પહોચ્યો હતો ધોની

આરપી સિંહ વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાઇ ગયો હતો, તેના જીવનની નવી શરૂઆતમાં તેનો ખાસ મિત્ર મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે પહોચ્યો હતો. રૂદ્રએ અમદાવાદની દેવ્યાંશી પોપટ સાથે લગ્ન કર્યા છે. આરપી સિંહના લગ્નમાં ધોની સિવાય પાર્થિવ પટેલ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ અને રોબિન ઉથપ્પા પણ તેને શુભેચ્છા પાઠવવા પહોચ્યા હતા.


પોતાના મિત્ર આરપી માટે ધોની સિલેક્ટર્સ સાથે ઝઘડી પડ્યો હતો, કેપ્ટન્સી છોડવાની પણ કરી હતી વાત

X
Love Story Of Indian Cricketer RP Singh And Divyanshi Popat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App