રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર કર્યા અનફોલો, બન્ને વચ્ચે વિવાદ થયાની ચર્ચા

રોહિત શર્માને વિરાટ કોહલીની ગેર હાજરીમાં એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે

DivyaBhaskar.Com | Updated - Sep 05, 2018, 04:03 PM
Rohit Sharma unfollows Virat Kohli on Twitter, Instagram

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સ્ટાર બની ગયો છે પરંતુ ટીમમાં તેની આપખુદ શાહીને લઇ કેટલાક ખેલાડી નારાજ છે. ભારતીય ઓપરન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધો છે.બીજી તરફ વિરાટ કોહલી પણ રોહિત શર્માને ટ્વિટરમાં ફોલો કરતો નથી, વિરાટ ટ્વિટર પર રોહિતની પત્ની રિતિકા સજદેહને ફોલો કરે છે.

રોહિત શર્માએ વિરાટ કોહલીને કર્યો અનફોલો

રોહિત શર્મા પહેલા વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરતો હતો પરંતુ હવે તેને અનફોલો કરી દીધો છો. રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ખટરાગના સમાચાર છે. તાજેતરમાં જ રોહિત શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી નહતી. પ્રથણ 3 ટેસ્ટ બાદ અંતિમ 2 ટેસ્ટ માટે પણ રોહિત શર્માને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહતો. રોહિતની જગ્યાએ પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી. ટીમ સિલેક્શનમાં કેપ્ટનનો મહત્વનો રોલ હોય છે, એવામાં રોહિત શર્મા આ કારણે જ વિરાટથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે.

રોહિત શર્માની નારાજગી વચ્ચે બનાવાયો કેપ્ટન

15 સપ્ટેમ્બરથી યુએઇમાં રમાનાર એશિયા કપ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.બીજી તરફ ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માને સોપવામાં આવી છે. રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળશે. આ પહેલા રોહિત શર્માએ શ્રીલંકામાં રમાયેલી ટ્રાઇ સિરીઝમાં પણ ટીમની કમાન સંભાળી હતી જેમાં તેને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યું હતું. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ દિનેશ કાર્તિકે બાંગ્લાદેશ વિરૂદ્ધ અંતિમ બોલ પર સિક્સર ફટકારી ભારતને જીતાડ્યું હતું.

રોહિત શર્મા ધોની-ગંભીર સહિતના ક્રિકેટરને કરે છે ફોલો

રોહિત શર્મા ટ્વિટર પર એમએસ ધોની, ગૌતમ ગંભીર સહિતના 46 લોકોને ફોલો કરે છે. રોહિત શર્મા ટ્વિટરમાં મુરલી વિજય, પાર્થિવ પટેલ, શાર્દુલ ઠાકુર,ધોની, સૌરવ ગાંગુલી, એબીડી વિલિયર્સ,જોશ બટલર, સચિન તેંડુલકર, શિખર ધવન,ભૂવનેશ્વર કુમાર, અનિલ કુંબલે, અજીત અગરકર, એડમ ગિલક્રિસ્ટ, પ્રજ્ઞાન ઓઝા,અશ્વિન, ગંભીર, દિનેશ કાર્તિક, ધવલ કુલકર્ણી, અજિંક્ય રહાણે, પ્રવીણ કુમાર, અભિષેક નાયર, ઝહિર ખાન અને યુવરાજ સિંહને ફોલો કરે છે.

X
Rohit Sharma unfollows Virat Kohli on Twitter, Instagram
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App