IPL / રોહિત શર્માએ ખોલ્યુ હાર્દિક પંડ્યાનું સીક્રેટ, IPLની 8 મેચમાં ફટકારી ચુક્યો છે 186 રન

Rohit Sharma Says Hardik Pandya Wants to Prove A Point With Bat And Ball

divyabhaskar.com

Apr 16, 2019, 05:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામેની મેચમાં 37 રનની આક્રમક રમત રમનારા ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યામુંબઇ ઇન્ડિયન્સને વધુ એક રોમાંચક મેચ જીતાડી હતી. હાર્દિક પંડ્યા અત્યાર સુધી IPLની 8 મેચમાં 186 રન બનાવી ચુક્યો છે. હાર્દિક પંડ્યા વિશે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું કહેવુ છે કે તે પોતાને સાબિત કરવા માટે રમી રહ્યો છે કોઇને બતાવવા માટે નથી રમી રહ્યો.

રોહિત શર્માએ કરી હાર્દિક પંડ્યાની પ્રશંસા

બેંગલુરૂ વિરૂદ્ધ મેચ બાદ રોહિત શર્માએ કહ્યું, 'હાર્દિક પંડ્યાની બેટિંગ ટીમની સાથે સાથે તેને આગળ લઇ જવામાં તેની મદદ પણ કરી રહી છે. આઇપીએલમાં આવ્યા પહેલા તેને વધુ સમય મળ્યો નહતો. માટે તે બેટ અને બોલથી કઇક સાબિત કરવા માંગે છે. જે રીતે તે બેટિંગ કરી રહ્યો છે, તેનાથી અમને આત્મવિશ્વાસ મળે છે કે કોઇ એવો છે જે અંતમાં મોટા શોટ ફટકારી અમને મુશ્કેલ મેચમાં જીતાડી શકે છે."

હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયામાંમાંથી બહાર રહેવાનો થયો ફાયદો

ન્યૂઝીલેન્ડમાં વાપસી બાદથી હાર્દિક પંડ્યાએ પોતાની રમત પર ફોકસ કર્યુ છે. હાર્દિક પંડ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પર જીત બાદ કહ્યું, "દરેક કોઇને ઝટકો લાગે છે અને મને તેનાથી પોતાના શરીર પર કામ કરવાની તક મળી, તેનાથી ઘણી મદદ મળી અને હવે બધુ બરાબર લાગી રહ્યું છે."

વર્લ્ડકપમાં સમાવેશ અંગે હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા ભજવશે અને તેની તૈયારી આઇપીએલ દ્વારા થઇ રહી છે. હાર્દિક પંડ્યાએ કહ્યું, "તમારે આત્મવિશ્વાસ રાખવો પડશે, વર્લ્ડકપ મોટી ટૂર્નામેન્ટ છે. પ્રથમ વખત હું વર્લ્ડકપ રમી રહ્યો છું અને મારે લયમાં રહેવુ પડશે, હું ક્રિકેટથી થોડો સમય દૂર હતો અને પરત આવીને લય મેળવવી જરૂરી હતી."

X
Rohit Sharma Says Hardik Pandya Wants to Prove A Point With Bat And Ball
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી