IPL / રોહિત શર્મા IPLના ઇતિહાસમાં બીજી વખત થયો ટીમની બહાર

Rohit Sharma is Missing his First IPL For Mumbai Indians Since Joining The Side The 2011

divyabhaskar.com

Apr 10, 2019, 09:55 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની જગ્યાએ કિરોન પોલાર્ડ કેપ્ટન્સી કરી રહ્યો છે. રોહિત શર્માએ વર્ષ 2011 પછી પ્રથમ વખત મુંબઇ ઇન્ડિયન્સ માટે કોઇ મેચ ગુમાવી છે. રોહિત શર્માની જગ્યાએ સિદ્ધેશ લાડનો મુંબઇ ઇન્ડિયન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.બીજી તરફ કિરોન પોલાર્ડે કેપ્ટન્સી કરી ઇતિહાસ રચી દીધો છે.કિરોન પોલાર્ડ IPLમાં સૌથી વધુ મેચ રમ્યા બાદ ટીમનું નેતૃત્વ સંભાળનાર કેપ્ટન બન્યો હતો.

IPL ઇતિહાસમાં બીજી વખત રોહિત શર્મા બહાર થયો

રોહિત શર્માએ વર્ષ 2011 બાદ પ્રથમ વખત મુંબઇ ઇન્ડિયન્સ માટે કોઇ મેચ ગુમાવી છે. રોહિત શર્માએ ગત 8 વર્ષમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે સતત 113 મેચ રમી છે. IPLના ઇતિહાસમાં બીજી વખત રોહિત શર્મા કોઇ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં નથી. આ પહેલા વર્ષ 2008માં ડેક્કન ચાર્જર્સે તેને આરામ આપ્યો હતો. 133 મેચ સતત રમ્યા બાદ રોહિત શર્મા એક રેકોર્ડ તોડવાથી ચુકી ગયો છે. ચેન્નાઇ સુપરકિંગ્સના સુરેશ રૈનાના નામે સતત 134 મેચ રમવાનો રેકોર્ડ હતો. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે સતત 129 મેચ રમી હતી.

પોલાર્ડે સૌથી વધુ મેચ રમ્યા બાદ સંભાળી ટીમની કમાન

કિરોન પોલાર્ડે 137 આઇપીએલ મેચ રમ્યા બાદ પ્રથમ વખત આઇપીએલમાં ટીમની કમાન સંભાળી હતી.પોલાર્ડની આઇપીએલમાં 138મી મેચ છે. પોલાર્ડે આ મામલે આર.અશ્વિનનો રેકોર્ડ તોડ્યો હતો. અશ્વિને 111 આઇપીએલ મેચ રમ્યા બાદ 2018માં કિંગ્સ ઇલેવન પંજાબનું નેતૃત્વ સંભાળ્યુ હતું.

પોલાર્ડ આ પહેલા પણ સંભાળી ચુક્યો છે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી

કિરોન પોલાર્ડ આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી સંભાળી ચુક્યો છે. 2014માં ચેમ્પિયન્સ લીગની ત્રણ મેચમાં પોલાર્ડે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી કરી હતી. તે દરમિયાન રોહિત શર્માની આંગળીમાં ફ્રેક્ચર થયુ હતું, જેને કારણે ચેમ્પિયન્સ લીગમાં ટીમની કમાન સંભાળી હતી.

X
Rohit Sharma is Missing his First IPL For Mumbai Indians Since Joining The Side The 2011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી