ભારત હાર્યુ પરંતુ રિષભ પંતે પોતાના નામે કર્યા 3 રેકોર્ડ્સ, સિક્સર સાથે ફટકારી સદી

રિષભ પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચમાં 114 રનની ઇનિંગ રમી મેઇડન સદી ફટકારી હતી

DivyaBhaskar.Com | Updated - Sep 12, 2018, 04:35 PM
Rishabh Pant Three Record Century Against England Fifth Test Match

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો ઇંગ્લેન્ડ સામે 118 રને પરાજય થયો હતો. આ સાથે ભારતે 1-4 સિરીઝ ગુમાવી હતી. લોકેશ રાહુલે સૌથી વધુ 149 રનની ઇનિંગ રમી હતી. આ સાથે યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. રિષભ પંતે આ સદીની સાથે કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

ઇંગ્લેન્ડમાં સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર

રિષભ પંતે કરિયરનું સૌથી શાનદાર પ્રદર્શન કરતા 114 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તે ભારત તરફથી ઇંગ્લેન્ડમાં સદી ફટકારનારા પ્રથમ વિકેટકીપર બની ગયો છે. આ પહેલા જે ભારતીય વિકેટકીપરે એશિયા બહાર સદી ફટકારી છે તે તમામ વેસ્ટ ઇન્ડીઝમાં ફટકારી છે. વિજય માંજરેકર, અજય રાત્રા અને રિદ્ધિમાન સાહા, આ તમામ વિકેટકીપરોએ વેસ્ટ ઇન્ડીઝમાં સદી ફટકારી છે.

ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન

આ સાથે જ ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના મોટા વિકેટકીપરોમાં પંત પણ સામેલ થઇ ગયો છે. 114 રન સાથે પંત આ યાદીમાં ત્રીજા સ્થાને છે. રિષભ પંત પહેલા પાકિસ્તાનનો મોઇન ખાન છે જેને શ્રીલંકા વિરૂદ્ધ ચોથી ઇનિંગમાં અણનમ 117 રન બનાવ્યા હતા. તે બાદ એડમ ગિલક્રિસ્ટ સૌથી ઉપર છે. ગિલક્રિસ્ટે અણનમ 149 રનની ઇનિંગ છે.

સિક્સર સાથે ફટકારી પ્રથમ સદી

રિષભ પંતે ઓવલ ટેસ્ટ દરમિયાન આક્રમક બેટિંગ કરી હતી.આદિલ રાશીદના બોલ પર પંતે સિક્સર ફટકારી સદી પૂર્ણ કરી હતી. આમ કરનાર તે ચોથો ભારતીય બેટ્સેન બનીગયો છે, જેમણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારીને પુરી કરી હોય. આ યાદીમાં સૌથી ઉપર મહાન કપિલ દેવનું છે, જેમને 1979માં સિક્સર ફટકારી પ્રથમ ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી. હરભજન સિંહે 2010/11માં અને ઇરફાન પઠાણે 2007/08માં આ કારનામુ કર્યુ હતું. આ તમામે ભારતમાં રમતા આ કારનામુ કર્યુ છે પરંતુ પંતે ભારત બહાર આ સિદ્ધિ મેળવી છે.

આ 5 કારણ જેને કારણે ભારતનો થયો શરમજનક પરાજય, અંગ્રેજોએ વસુલ કર્યુ ડબલ 'લગાન'

X
Rishabh Pant Three Record Century Against England Fifth Test Match
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App