ધોનીની જગ્યાએ ટીમમાં મળી તક, હવે શ્રીલંકામાં ધમાલ મચાવશે આ પ્લેયર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: શ્રીલંકામાં 6 માર્ચથી રમાનાર નીધાસ ટ્રોફી માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યુ છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરૂદ્ધ રમાનાર ટી-20 સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટન્સી સોપવામાં આવી છે.આ ટીમમાં રિષભ પંતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અંડર-19 અને IPLમાં સારા પ્રદર્શનથી લાઇમલાઇટમાં આવેલા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને અત્યાર સુધી 2 ટી-20 મેચમાં જ તક મળી છે.

 

IPLથી આવ્યો હતો ચર્ચામાં

 

- રિષભ પંત 2016માં આઇપીએલની 9મી સીઝનથી લાઇમલાઇટમાં આવ્યો હતો. દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા તેને 10 મેચમાં 130થી વધુની સ્ટ્રાઇક રેટથી 198 રન બનાવ્યા હતા, તેનો બેસ્ટ સ્કોર 69 રન હતો. આ તેનું IPL ડેબ્યૂ હતું.

- આ પ્રદર્શન બાદ રિષભને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂની તક મળી, જાન્યુઆરી, 2017માં તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 1 

ફેબ્રુઆરી 2017માં સિરીઝની અંતિમ મેચમાં તેને તક મળી હતી. આ ડેબ્યૂ મેચમાં તેને અણનમ રહેતા 3 બોલમાં 5 રન બનાવ્યા હતા.
- તે બાદ રિષભે આઇપીએલની 10મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. 14 મેચમાં તેને 166ના સ્ટ્રાઇક રેટથી 366 રન બનાવ્યા હતા. 97 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. વિકેટ પાછળ 

પણ તે ઘણો એક્ટિવ જોવા મળ્યો હતો.
- IPL દરમિયાન જ તેની તુલના એમએસ ધોની સાથે થવા લાગી હતી. બેટિંગ અને કીપિંગને કારણે તેને ધોનીનું રિપ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે.
- રિષભ પંતને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ એકમાત્ર ટી-20 મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રિષભે આ મેચમાં 35 બોલમાં 38 રન બનાવ્યા હતા.

 

આગળની સ્લાઇડમાં વાંચો, રિષભ પંત સાથે જોડાયેલ રસપ્રદ ફેક્ટ...

અન્ય સમાચારો પણ છે...