રવિન્દ્ર જાડેજાએ પોતાની બાયોપિકને લઇને કર્યો મોટો ખુલાસો, કહ્યું ઇમરાન હાશ્મી કરે મારો રોલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: પોતાની બોલિંગ અને બેટિંગથી હંમેશા ચર્ચામાં રહેનારા ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બોલિવૂડમાં બની રહેલી બાયોપિકને લઇને ખુલાસો કર્યો છે. જાડેજાએ કહ્યું કે એમએસ ધોની અને અઝહરૂદ્દીનની જેમ તેની પણ બાયોપિક બને છે તો તેમાં તે ઇમરાન હાશ્મીને પોતાના રોલમાં જોવા માંગશે.

જાડેજાને બાયોપિકમાં જાગ્યો રસ

 

ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના જીવન પર બનેલી ફિલ્મમાં ઇમરાન હાશ્મીએ તેનો રોલ કર્યો હતો, તેની બાયોપિકમાં ઇમરાન હાશ્મીના રોલને જોતા રવિન્દ્ર જાડેજાએ કહ્યું- 'જો ક્યારેક મારી બાયોપિક બને છે તો હું ઇચ્છીશ કે તેમાં ઇમરાન હાશ્મી કામ કરે'

ઇમરાન હાશ્મી અત્યારે લેખક બિલાલ સિદ્દીકીની નોવેલ પર આધારિત વેબ સિરીઝ 'ધ બર્ડ ઓફ બ્લડ'માં નજરે પડશે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બની રહેલી આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર જોવા મળશે.