તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાડેજાએ હોમગ્રાઉન્ડમાં ફટકારી કરિયરની પ્રથમ સદી, ક્રિકેટરે લખ્યુ- રાજપૂતનું રાજકોટમાં રાઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતે 9 વિકેટ ગુમાવી 649 રને પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી વિરાટ કોહલી (139), પૃથ્વી શો (134) અને રવિન્દ્ર જાડેજા (100*) સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. જાડેજા સદી ફટકાર્યા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી ગયો હતો. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ ટ્વિટ કરતા લખ્યુ, રાજપૂતનું રાજકોટમાં રાઝ, શું તલવારબાજી કરી.

 

જાડેજાએ ફરી કરી તલવારબાજી

 

રવિન્દ્ર જાડેજાએ 132 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જાડેજાએ ક્રિકેટ કરિયરમાં આ પ્રથમ સદી ફટકારી હતી. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન હતો. જાડેજાએ અડધી સદી ફટકાર્યા બાદ તલવારબાજી પણ કરી હતી. રાજપૂતની જેમ જાડેજાએ તલવાર ફેરવી ફેન્સનું મનોરંજન કર્યુ હતું. 

 

राजपूत का राजकोट में राज....क्या तलवारबाज़ी 🙏🙌
1st Test hundred for Sir Jadeja 👏👏 #IndvWI

— Aakash Chopra (@cricketaakash) October 5, 2018

 

કોહલીએ ટેસ્ટમાં ફટકારી 24મી સદી, બ્રેડમેન બાદ સૌથી ઓછી ઇનિંગમાં પાર કર્યો આંકડો

અન્ય સમાચારો પણ છે...