તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાડેજાએ સ્વર્ગિય માતાને સમર્પિત કરી કરિયરની પ્રથમ સદી, અકસ્માતમાં થયુ હતું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકો વિતાવ્યા બાદ પોતાની પ્રથમ સદી ફટકારી હતી. જાડેજાએ આ શાનદાર સદીને પોતાની માતાને સમર્પિત કરી હતી.જાડેજાએ મેચ બાદ કહ્યું, 'હું આ સદી પોતાની માતાને સમર્પિત કરીશ કારણ કે તેમની ઇચ્છા હતી કે હું ભારત માટે રમુ, પરંતુ આજે તે નથી. આ મારૂ સર્વશ્રેષ્ઠ છે અને તેનાથી મોટી ભેટ હું કોઇને આપી શકતો નથી માટે હું આ સદી પોતાની માતાને સમર્પિત કરૂ છું.'

 

જાડેજાએ સદીને માતાને કરી સમર્પિત

 

જાડેજાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 86 અને 90 રન બનાવ્યા પરંતુ ગત 37 ટેસ્ટ અને 140 વન ડેમાં ક્યારેય ત્રણ અંક સુધી પહોચી શક્યો નહતો. જાડેજાએ પોતાના ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ આ સિદ્ધિ મેળવી હતી અને સ્વર્ગીય માતાને સમર્પિત કરી હતી. જ્યારે તેને સદી પુરી કરી ત્યારે તેની સાથે 11માં નંબરનો બેટ્સમેન મોહમ્મદ શમી રમી રહ્યો હતો પરંતુ તેને ખુદ પર વધુ દબાણ બનવા દીધુ નહતું.

 

તલવારની જેમ બેટ ફેરવી કરી ઉજવણી

 

જાડેજાએ કહ્યું, 'આ વિશેષ છે કારણ કે પૂર્વમાં હું 80 અને 90 રન પાર કર્યા બાદ આઉટ થઇ જતો હતો. આજે હું ચિતિંત નહતો અને કોઇ રીતનો ખરાબ શોટ નહતો ફટકારતો. હું ઉમેશ અને શમી સાથે વાત કરતો રહ્યો અને ખુદને કહ્યું કે સદી પુરી થવા સુધી મારે રમતા રહેવુ છે.' સદી પુરી કર્યા બાદ હંમેશાની જેમ બેટને તલવારની જેમ ફેરવીને ઉજવણી કરી હતી.જાડેજાને જ્યારે પુછવામાં આવ્યુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વર્ષ વિતાવ્યા છતા તેને ખુદને સાબિત કરવાની જરૂર કેમ પડી રહી છે, તો તેને કહ્યું, 'સારૂ છે કે તમે જાણો છો કે હું દસ વર્ષથી રમી રહ્યો છું, મે કઇક સારૂ કર્યુ હશે ત્યારે હું આટલા લાંબા સમયથી રમી રહ્યો છું. મને ખબર નથી કે તમે ગત સિઝનમાં અમે જે 13 ટેસ્ટ સ્વદેશમાં રમી હતી તેમાં મે સારૂ પ્રદર્શન કર્યુ હતું.'

 

અકસ્માતમાં થયુ હતું જાડેજાની માતાનું મોત

 

2005માં રવિન્દ્ર જાડેજાની માતાનું એક અકસ્માતમાં મોત થયુ હતું. જાડેજા ત્યારે 17 વર્ષનો હતો. આ દુર્ઘટના બાદ તેને ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધુ હતું. દીકરો ક્રિકેટર બને તે તેની માતાનું સ્વપ્ન હતું, પછી બહેનના કહેવા પર જાડેજા ક્રિકેટર બન્યો હતો.માતાના ગયા બાદ મોટી બહેન નૈના જાડેજા તેની લાઇફમાં માતાની ભૂમિકા નીભાવી રહી છે.તેને જ જાડેજાને આ આઘાતમાંથી બહાર કાઢતા પરત ક્રિકેટમાં જવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

 

જાડેજાએ હોમગ્રાઉન્ડમાં ફટકારી કરિયરની પ્રથમ સદી, ક્રિકેટરે લખ્યુ- રાજપૂતનું રાજકોટમાં રાઝ

અન્ય સમાચારો પણ છે...