ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન છતા ખુશ નથી જાડેજા, ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમવા માંગે છે

રવિન્દ્ર જાડેજાનો પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 05:17 PM
Ravindra Jadeja Determined To Represent India In All Three Formates

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. જાડેજાને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખુદને સારા ફોર્મમાં રાખવા માટે માત્ર ટેસ્ટ રમવુ જરૂરી યોગ્ય નથી. જાડેજાએ પાંચમી અને અંતિમ ટેસ્ટમાં 2 વિકેટ ઝડપી હતી.ઇંગ્લેન્ડ સિરીઝમાં આ તેની પ્રથમ મેચ છે.

રવિન્દ્ર જાડેજા માત્ર ટેસ્ટમાં રમવાથી નારાજ

રવિન્દ્ર જાડેજાએ કહ્યું, 'મારી માટે સૌથી મોટી વસ્તુ એ છે કે હું ભારત માટે રમી રહ્યો છુ અને જો કોઇ દિવસ હું સારૂ રમુ છુ તો હું જલ્દી રમતના ત્રણેય ફોર્મેટમાં રમી શકીશ. જાડેજાએ કહ્યું મારૂ લક્ષ્ય માત્ર એ છે કે મને તક મળે અને હું તેનો ફાયદો ઉઠાવીને સારૂ પ્રદર્શન કરૂ.'જ્યારે તમે માત્ર એક જ ફોર્મેટમાં રમી રહ્યાં છો તો ઘણુ મુશ્કેલ હોય છે કારણ કે મેચની વચ્ચે ઘણુ અંતર હોય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે તમારો અનુભવ અને લય ઓછી થઇ જાય છે. જ્યારે પણ તમને તક મળે છે જેવી મને આ મેચમાં મળી છે તો તમારી કાબેલિયતના હિસાબથી મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.'

ઓલ રાઉન્ડરનું સ્થાન ભરવા માંગે છે જાડેજા

રવિન્દ્ર જાડેજા ભારત માટે ઓલ રાઉન્ડરનું સ્થાન ભરવા માંગે છે. જાડેજાએ કહ્યું, 'જ્યારે પણ મને ભારત માટે રમવાની તક મળે છે તો મારે બેટિંગ અને બોલિંગ બન્નેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.'હું પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનવા માંગુ છુ અને ઓલ રાઉન્ડરનું સ્થાન ભરવા માંગુ છુ કારણ કે મે ગત સમયમાં પણ આવુ કર્યુ છે. આ મારી માટે નવુ નથી, આ માત્ર સમયની વાત છે'જાડેજાએ આગળ કહ્યું, જ્યારે તમે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છો તો તમારે વધુમાં વધુ રમવાની જરૂર હોય છે અને પોતાના ફોર્મને મેળવવાનો પ્રયાસ કરવો પડે છે.માટે સંભવ છે કે હું જેટલી વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીશ, જેટલુ શાનદાર પ્રદર્શન કરીશ અને તમામ ત્રણેય ફોર્મેટમાં વાપસી કરવા સક્ષમ રહીશ.'

રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ કરિયર

રવિન્દ્ર જાડેજાએ 37 ટેસ્ટ મેચમાં 1196 રન બનાવ્યા છે અને 173 વિકેટ ઝડપી છે. જાડેજાએ 136 વન ડે મેચમાં 1914 રન બનાવ્યા છે અને 155 વિકેટ ઝડપી છે. જાડેજાએ 40 ટી-20 મેચમાં 116 રન બનાવવાની સાથે 93 વિકેટ ઝડપી છે.


INDVENG: ક્રિકેટની દીવાનગી, ઇંગ્લેન્ડનો સિંગર દરેક સદી અથવા 5 વિકેટ પર દાન કરશે 19 લાખ રૂપિયા

X
Ravindra Jadeja Determined To Represent India In All Three Formates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App