IPL / રવિન્દ્ર જાડેજા IPLમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર બન્યો

Ravindra Jadeja Competes his 100 IPL Wickets After Dismissing Steve Smith

divyabhaskar.com

Apr 11, 2019, 09:40 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPLમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી. જાડેજા આ ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવનાર 13મો બોલર બન્યો હતો. જાડેજા 100 વિકેટ ઝડપનાર પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર છે.

જાડેજાએ રચ્યો ઇતિહાસ

રવિન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 4 ઓવર બોલિંગ કરી 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સ્ટીવ સ્મિથને 15 રને રાયૂડુના હાથે કેચ આઉટ કરાવી IPLમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી. જાડેજાએ 100 વિકેટ ઝડપ્યા બાદ બન્ને હાથથી 100નો આંકડો બતાવી અનોખી રીતે ઉજવણી કરી હતી.

લસિથ મલિંગાના નામે છે સૌથી વધુ વિકેટ

IPLમાં લસિથ મલિંગાના નામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે. મલિંગાએ 113 મેચમાં 157 વિકેટ ઝડપી છે. જ્યારે બીજા નંબર પર અમિત મિશ્રા છે. અમિત મિશ્રાએ 138 મેચમાં 149 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપવા મામલે 13માં સ્થાન પર છે. જાડેજાએ 161 IPL મેચમાં 100 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજાએ IPLમાં 3 વખત 4 જ્યારે એક વખત 5 વિકેટ ઝડપી છે.

જાડેજા પહેલા આ ભારતીય બોલર ઝડપી ચુક્યા છે 100 વિકેટ

રવિન્દ્ર જાડેજા પહેલા ઝહિર ખાન (102), વિનય કુમાર (105), આશીષ નેહરા (106), ઉમેશ યાદવ (113), આર.અશ્વિન (118), હરભજન સિંઘ (141), પીયુષ ચાવલા (144), અમિત મિશ્રા (149) વિકેટ ઝડપી ચુક્યા છે.

X
Ravindra Jadeja Competes his 100 IPL Wickets After Dismissing Steve Smith
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી