જામનગરના મહારાજા જેમના પર રમાય છે રણજી ટ્રોફી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પ્રથમ ભારતીય ક્રિકેટર

Ranji Trophy is played on the name of KS Ranjitsinhji

DivyaBhaskar.Com

Sep 10, 2018, 04:28 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમ પર મદ્રાસ અને મૈસુરની ટીમ વચ્ચે 4 નવેમ્બર 1934માં રણજી ટ્રોફીની પ્રથમ મેચ રમાઇ હતી. રણજી ટ્રોફીનું શરૂઆતનું નામ 'ક્રિકેટ ચેમ્પિયનશીપ ઓફ ઇન્ડિયા' હતું. બાદમાં તેનું નામ મહારાજા રણજીત સિંહજીના નામ પર રાખવામાં આવ્યું, જે ભારતની નવાનગર રિયાસતના રાજા હતા. જોકે, રણજીતસિંહજી ભારત માટે ક્યારેય ક્રિકેટ નથી રમ્યા.રણજી ટ્રોફી જેમના નામ પરથી રમાય છે તે ગુજરાતી રાજા જામનગરના રાજા જામ રણજીતસિંહજી હતા.જામ રણજીતસિંહનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ માં થયો હતો.

રણજીતસિંહજીના નામ પરથી રમાય છે રણજી ટ્રોફી

11 માર્ચ 1907માં રણજીતસિંહજી જામનગરની રાજગાદી પર આવ્યા, તેઓનો પ્રાથમિક અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજથી શરૂ થયો હતો અને વધુ અભ્યાસ માટે તે કેમ્બ્રિજની ટ્રીનીટી કોલેજમાં જોડાયા હતા. જામ રણજીએ 1930માં ગોળમેજી પરિષદમાં રાજાઓ ના પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો. 2 એપ્રિલ 1933 માં જામ રણજી નું અવસાન થયું હતું તેમણે કુલ 26 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું હતું. તેઓ જામનગર ના ઈતિહાસ ના એકમાત્ર અપરણિત રાજવી હતા.

જામસાહેબની ક્રિકેટ કરિયર

જામ સાહેબે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત સસેક્સ તરફથી રમતા કરી હતી. જેમાં તેમણે ફર્સ્ટ અને સેકન્ડ ઇનિંગમાં 77 અને 150 રન બનાવ્યા હતા. 1896માં જામ રણજી કરિયરની પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડમાં ઓલ્ડ ટ્રેફાર્ડ ખાતે રમ્યા હતા. આ મેચમાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ દાવમાં 32 અને બીજા દાવમાં 154 રન બનાવ્યા હતા. આ રીતે ટેસ્ટ મેચ રમનાર તેઓ પ્રથમ ભારતીય હતા. આ જ વર્ષે તેમણે 2780 રન કરી રેકોર્ડ બનાવ્યો હતો.જામ સાહેબે ટેસ્ટ કરિયરમાં 15 ટેસ્ટમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 307 મેચમાં 56.37ની એવરેજથી 24,962 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 72 સદી અને 14 બેવડી સદી ફટકારી છે.

શું ધોનીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરૂદ્ધ ભારત બંધમાં પેટ્રોલ પંપ પર કર્યા ધરણા? જાણો શું છે સત્ય

X
Ranji Trophy is played on the name of KS Ranjitsinhji
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી