ઓલિમ્પિકમાં જીત્યા હતા 2 ગોલ્ડ મેડલ, હવે મજૂરી કરી પરિવારનું પેટ ભરી રહ્યો છે ખેલાડી

ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2015માં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા,સરકારે 25 લાખ પણ ના આપ્યા

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 12:29 PM
RajvirSingh Double Gold Medalist In Cycling Special Olympics World Games Workings As A Labourer

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સ 2018માં મેડલ જીતીને પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું સરકાર અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેટલાક એવા પણ ખેલાડી છે જે મજૂરી કરીને પરિવારનું પેટ ભરી રહ્યાં છે. અમેરિકાના લોસ એન્જલસમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2015માં 2 ગોલ્ડ મેડલ જીતનારા રાજબીર સિંહની આર્થિક સ્થિતિ સારી નથી અને તે મજૂરી કરીને પરિવારનું પેટ ભરી રહ્યો છે.

પરિવારનું પેટ ભરવા કરી રહ્યો છે મજૂરી

2 ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરનાર રાજબીર સિંહ પોતાનું પેટ ભરવા માટે વ્હીલચેર ખેચવાનું કામ કરી રહ્યો છે. જ્યારે તે 3 વર્ષ પહેલા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત પરત આવ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ ચેમ્પિયન સાઇકલિસ્ટને પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે સન્માનિત કરતા રાજ્ય સરકાર તરફથી 15 લાખ રૂપિયા પ્રતિ ગોલ્ડ મેડલ આપવાનું એલાન કર્યુ હતું.આ સિવાય 10 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી બોન્ડ્સના રૂપમાં મળવાના હતા પરંતુ રાજબીરને એક પણ રૂપિયા હજુ સુધી નથી મળ્યો.

એક એનજીઓએ રાજબીરને આપ્યુ કામ

એક એનજીઓના સંસ્થાપક ગુરપ્રીતસિંહ રાજબીરની મદદ માટે આગળ આવ્યા હતા અને તે પોતાની શાખામાં લઇ ગયા હતા. અહીં રાજબીર સેવાનું કામ કરી રહ્યો છે. ગુરપ્રીતે રાજબીરને એક સાયકલ પણ આપી હતી. રાજબીરના પિતા કહે છે, 'મારો પુત્ર મારી માટે સ્પેશિયલ છે પરંતુ તંત્ર દ્વારા આ રીતની ઉપેક્ષાથી નારાજ થઇ ગયો છે. જે દેશમાં ખેલાડીઓ સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવે છે તો કઇ રીતે આશા કરી શકાય કે અમારા ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરશે?

X
RajvirSingh Double Gold Medalist In Cycling Special Olympics World Games Workings As A Labourer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App