સૌરવ ગાંગુલીનો ખુલાસો, ટીમ ઇન્ડિયામાં મહત્વની ભૂમિકા નીભાવવા તૈયાર હતો દ્રવિડ

Sourav Ganguly Says, Rahul Dravid Was Ready To Play an Important Role In Team India

DivyaBhaskar.Com

Sep 06, 2018, 11:19 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમની ખરાબ સ્થિતિ છે. વિરાટ સેનાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1-3થી ટેસ્ટ સિરીઝ ગુમાવી દીધી છે. હવે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બરથી ધ ઓવલમાં રમાશે. ભારતના ખરાબ પ્રદર્શનને કારણે હેડ કોચ રવિ શાસ્ત્રીના યોગદાન પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ વચ્ચે ખુલાસો કર્યો છે કે રાહુલ દ્રવિડે અંતે ક્યા કારણે નેશનલ ટીમમાં બેટિંગ સલાહકારની જવાબદારી ઠુકરાવી દીધી હતી.

શાસ્ત્રીએ ટીમના પ્રદર્શન સુધારવાની જવાબદારી ઉઠાવી

જ્યારે રવિ શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી થઇ ત્યારે ક્રિકેટ સલાહકાર સમિતીમાં સામેલ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડને વિદેશી પ્રવાસ માટે બેટિંગ સલાહકાર બનાવ્યો હતો જ્યારે ઝહિર ખાનને બોલિંગ કોચ બનાવ્યો હતો. જોકે, બન્નેને જગ્યા મળી નહતી. તેમની જગ્યાએ ભરત અરૂણ અને સંજય બાંગરને બોલિંગ અને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા હતા.

ગાંગુલીએ કહ્યું કે રવિ શાસ્ત્રીએ ટીમના પ્રદર્શન સુધારવાની જવાબદારી ઉઠાવી હતી.

ગાંગુલીએ કહ્યું, 'રાહુલ દ્રવિડને બેટિંગ સલાહકાર બનાવવાનું કહેતા તે તૈયાર થઇ ગયો હતો, પછી તેને રવિ શાસ્ત્રી સાથે વાત કરી અને પછી મને નથી ખબર કે આગળ શું થયું. પૂર્વ કેપ્ટને આગળ કહ્યું, 'મારી માટે એમ કહેવુ એટલા માટે મુશ્કેલ હશે કે અંતે રાહુલ દ્રવિડે બેટિંગ સલાહકાર કેમ ના બન્યો, જો વિરાટ કોહલી સાથે સલાહ સૂચન કરીને રવિ શાસ્ત્રીને જવાબદારી સોપી શકાય છે તો પછી આ જવાબદારી ઉઠાવવી પડશે અને ટીમમાં સુધાર કરવો પડશે.'

વિરાટ બ્રિગેડ માટે વર્તમાન વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં સારૂ નથી વિતી રહ્યું. વર્ષની શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ઇઁગ્લેન્ડમાં પણ ટીમ ઇન્ડિયા એક ટેસ્ટ મેચ જ જીતવામાં સફળ રહી છે.

રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર કર્યા અનફોલો, બન્ને વચ્ચે વિવાદ થયાની ચર્ચા

X
Sourav Ganguly Says, Rahul Dravid Was Ready To Play an Important Role In Team India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી