પહેલા ભાડાના ઘરમાં રહેતો હતો આ કબડ્ડી પ્લેયર, હવે પોતાનો બંગલો બનાવી નામ આપ્યુ 'કબડ્ડી હાઉસ'

divyabhaskar.com

Dec 07, 2018, 05:25 PM IST
Pro Kabaddi Team Gujarat Fortune Giants Player Mahendra Rajput Interview

સ્પોર્ટ્સ ડેસ્ક: પ્રો-કબડ્ડી સિઝન-6નો રોમાંચ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ અને યૂ મુમ્બા જેવી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ તરફથી રેડર મહેન્દ્ર રાજપૂતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મહારાષ્ટ્રના ધુલિયાના કબડ્ડી પ્લેયર મહેન્દ્ર રાજપૂતની પરિસ્થિતિ પહેલા એટલી સારી નહતી કે તે પોતાનું એક ઘર ખરીદી શકે. અહી સુધી પહોચવા માટે તેને ઘણો સંઘર્ષ કર્યો છે.

ક્લબમાં રમવાની કરી શરૂઆત

મહેન્દ્ર રાજપૂત મહારાષ્ટ્રના ધૂળેનો છે. મહેન્દ્ર રાજપૂતે 17 વર્ષની વયે કબડ્ડી રમવાનું શરૂ કર્યુ હતું. તે ધૂળેની જ જલક્રિડા મંડલમાં પ્રેક્ટિસ કરવા જતો હતો. એક વખત બોર્ડની પરીક્ષામાં મહેન્દ્ર ફેલ થતા તેના પિતાએ તેને કબડ્ડી રમતા અટકાવ્યો હતો. ધૂળેની ક્લબમાં મહેન્દ્ર રાજપૂત અન્ય પ્લેયર સાથે સવારે 5 વાગ્યે ઉઠીને પ્રેક્ટિસ કરતો હતો.મહેન્દ્ર રાજપૂતની આ ફિટનેસનું ફળ તેને નોકરીમાં મળ્યુ હતું. સીઆરપીએફમાં સિલેક્શન માટે તેને આસાની રહી હતી. મહેન્દ્ર રાજપૂત SRPFમાં સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.

બંગલો ખરીદી નામ રાખ્યુ 'કબડ્ડી હાઉસ'

મહારાષ્ટ્રના ધુળેના કબડ્ડી પ્લેયર મહેન્દ્ર રાજપૂતની પરિસ્થિતિ એટલી સારી નહતી કે તે પોતાનું ઘર ખરીદી શકે. મહેન્દ્ર રાજપૂત પહેલા એક ક્લબમાં ક્રિકેટ રમતો હતો જોકે, તેની હાઇટ જોઇને કેટલાક મિત્રોએ કહ્યું કે તમે કબડ્ડી કેમ નથી રમતા તેમ સલાહ આપી હતી.તે બાદ મહેન્દ્ર રાજપૂતે કબડ્ડી રમવાનું શરૂ કર્યુ હતું. પ્રો-કબડ્ડીમાં તક મળતા જ મહેન્દ્ર રાજપૂતની પુરી લાઇફ ચેન્જ થઇ ગઇ હતી. મહેન્દ્ર રાજપૂત આજે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનો સ્ટાર પ્લેયર છે. મહેન્દ્ર રાજપૂત અનુસાર, કબડ્ડીને કારણે મારૂ જીવન ચેન્જ થઇ ગયુ અમે ભાડાના ઘરમાં રહેતા હતા હવે મે ખુદનું ઘર ખરીદી લીધુ જેનું નામ પણ કબડ્ડી હાઉસ રાખ્યું છે.

કબડ્ડીની એકેડમી ખોલવા માંગે છે મહેન્દ્ર રાજપૂત

મહેન્દ્ર રાજપૂતનેપ્રો-કબડ્ડીની કોઇ ટીમ મજબૂત લાગતી નથી તમામ ટીમ કોમ્બિનેશનલ છે. મહેન્દ્ર ગુજરાત માટે ટ્રોફી જીતવા માંગે છે. સ્ટાર પ્લેયર બની ચુકેલો મહેન્દ્ર રાજપૂત ધુળેમાં કબડ્ડીની એકેડમી ખોલવા માંગે છે જેને કારણે ખેલાડી કબડ્ડી રમી શકે. પ્રો-કબડ્ડીમાં આવ્યા પહેલા મહેન્દ્ર રાજપૂતને કોઇ ઓળખતુ નહતું આજે તે ઘર ઘરમાં જાણીતો બન્યો છે.

પિતા હતા સિક્યુરિટી ગાર્ડ, આજે પુત્ર છે શાનદાર રેસ્ટોરન્ટ અને આલીશાન ફાર્મ હાઉસનો માલિક, એક કરોડની કારમાં ફરે છે જાડેજા

X
Pro Kabaddi Team Gujarat Fortune Giants Player Mahendra Rajput Interview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી