તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબીથી તંગ આવી પિતાએ છોડ્યુ હતું ઘર, પૃથ્વી શોએ 18 વર્ષની વયે ટેસ્ટ ટીમમાં કર્યુ ડેબ્યૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. પૃથ્વી શો 293મો ક્રિકેટર બન્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૃથ્વી શોને ટેસ્ટ કેપ આપી હતી. પૃથ્વી ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી નાની ઉંમરનો ક્રિકેટર છે. પૃથ્વી શોએ 18 વર્ષ 329 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યુ હતું. આ પહેલા વિજય મેહરાએ 17 વર્ષ 265 દિવસની ઉંમરમાં 1955માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યુ હતું. પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ભારત અંડર-19માં ચેમ્પિયન બન્યું હતું. પૃથ્વી શોના પિતા બિહારના માનપુરના રહેનારા છે. અહીં પૃથ્વીના દાદા અશોક ગૃપ્તાની આજે પણ કપડાની દુકાન છે. પૃથ્વીના દાદાએ જણાવ્યુ કે પંકજ તેમનો એકમાત્ર દીકરો છે. ગરીબીથી તંગ આવીને તેને પહેલા જ ઘર છોડી દીધુ હતું અને મુંબઇ ચાલ્યો ગયો હતો.

 

4 વર્ષનો હતો ત્યારે માતાનું થયું હતું મોત

 

- પૃથ્વી શો જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થયુ હતું. તે 3 વર્ષની ઉંમરતી જ ક્રિકેટ રમી રહ્યો છે.
- 15 વર્ષની ઉંમરમાં હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં પૃથ્વીએ 546 રન બનાવ્યા હતા. જેમાં 85 ફોર અને 5 સિક્સર સામેલ હતી. અહીંથી પૃથ્વી શો ચર્ચામાં આવ્યો હતો.
- સચિન પણ આ ટૂર્નામેન્ટમાં કાંબલી સાથે 664 રનની ભાગીદારી કરી ચર્ચામાં આવ્યો હતો.

 

ચાઇનીઝ ફૂડનો દીવાનો છે પૃથ્વી

 

- પૃથ્વી શો જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પિતા પંકજ શોએ તેનું એડમિશન સંતોષ પિંગુલકરની ક્રિકેટ એકેડમીમાં કરાવી દીધુ હતું.
- બાળપણથી જ પૃથ્વીને બટાકાના ભજીયા ઘણા પસંદ છે અને જ્યારે કોઇ ખેલાડી તેની પાસે ભજીયા માંગતો હતો તો તે ઇનકાર કરી દેતો હતો.
- અહીં સુધી કે તે પોતાના કોચને પણ ભજીયા શેર કરવામાં હિચકિચાતો હતો. પૃથ્વી ચાઇનીઝ ફૂડનો દીવાનો છે અને પોતાની દરેક સારી બેટિંગ બાદ તે કોચને સૂપ વગેરેની ડિમાન્ડ કરતો
હતો.
- આટલી નાની ઉંમરમાં આશરે સાડા ત્રણ કલાકનો પ્રવાસ કરવો પડતો હતો. સવારે તેને તૈયાર કરવાથી લઇ નાશ્તો બનાવવાનું કામ તેના પિતા પંકજ જ કરતા હતા.
- બાદમાં પૃથ્વીના પિતાએ એકેડમી પાસે જ ઘર શિફ્ટ કરી લીધુ હતું.

 

પૃથ્વી શોની ક્રિકેટ કરિયર

 

પૃથ્વી શોએ 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1418 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. પૃથ્વી શોએ 22 લિસ્ટ એ મેચમાં 938 રન બનાવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...