તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાએ ગરીબીને કારણે છોડી રેસલિંગ, પુત્ર બજરંગ પુનિયાએ હવે એશિયાડમાં જીત્યો ગોલ્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સના પ્રથમ દિવસે પહેલવાન બજરંગ પુનિયાએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બજરંગ પુનિયાએ ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ ભાર વર્ગની ફાઇનલમાં જાપાનના પહેલવાન તકાતાની ડિયાચીને 11-8થી હરાવ્યો હતો. આ સાથે જ તે એશિયન રમતમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો નવમો પહેલવાન બની ગયો છે. બજરંગ પુનિયાએ આ ગોલ્ડ મેડલને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો હતો.

 

બજરંગ પુનિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 65 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ અપાવ્યો હતો. આ પહેલા તેને 2014માં ગ્લાસગો કોમનવેલ્થ રમતોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

7 વર્ષની ઉંમરથી શરૂ કર્યુ રેસલિંગ

 

26 ફેબ્રુઆરી, 1994માં ઝજ્જરના હરિયામામાં જન્મેલા બજરંગ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જાટ ફેમિલીમાં જન્મેલા બજરંગે માત્ર 7 વર્ષની ઉંમરમાં જ રેસલિંગ શરૂ કરી દીધી હતી. કુશ્તી માટે તેના પિતા ઇચ્છતા હતા કે બજરંગ એક સફળ રેસલર બને. તેની માટે તેમને બાળપણથી જ બજરંગને ઘણો સપોર્ટ કર્યો હતો. 

 

પિતાએ ગરીબીને કારણે છોડી હતી પહેલવાની

 

બજરંગ પુનિયા ભારતના આજના સમયના પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. બજરંગના પિતા બલવાન પુનિયા પણ પોતાના સમયમાં જાણીતા પહેલવાન હતા પરંતુ બલવાને ગરીબી અને ઘરની જવાબદારીને કારણે પોતાનો શોખ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. બલવાને આઠમા ધોરણમાં સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યુ હતું. બલવાન પુનિયા કુશ્તીમાં હુનર બતાવી શકે તે પહેલા જ વૃદ્ધ અને બીમાર પિતાને કારણે બલવાને અખાડાની માટી છોડી ખેતરમાં કામ કરવુ પડ્યુ.બજરંગના પિતા વધુ રૂપિયા ખર્ચ ના થાય માટે રીક્ષાની જગ્યાએ સાયકલ પર ફરતા હતા. બચેલા રૂપિયાથી બજરંગને સારી ડાયટ મળી શકે. બજરંગને ઘી અને દૂઘ સમયસર મળી શકે.

 

બજરંગ પુનિયાને મળી ચુક્યો છે અર્જૂન એવોર્ડ

 

બજરંગ પુનિયાને 2015માં અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યો છે. એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને બજરંગ પુનિયા ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...