પેપ્સિકો બાદ ICCના ડાયરેક્ટર બનશે ઇન્દ્રા નૂઇ, દોઢ અબજ છે પગાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્દ્રા નૂઇએ પેપ્સિકોના સીઇઓ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. 24 વર્ષ પહેલા તે આ કંપનીમાં જોડાયા હતા.ઇન્દ્રા નૂઇ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તે આઇસીસી બોર્ડની પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ  કરી દીધી છે.

ફેબ્રુઆરીમાં ઇન્દ્રાને ડાયરેક્ટર તરીકે પસંદ કરવાના સમયે આઇસીસીએ જણાવ્યુ હતું કે તે વર્ષના મધ્યમાં આઇસીસીમાં પોતાની જવાબદારી સંભાળશે, જૂન 2018થી જ તેમની કામગીરી શરૂ થઇ ગઇ છે. આઇસીસીએ 2 વર્ષ માટે તેમને નિયુક્ત કર્યા છે. જોકે, કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને ફરી નિયુક્ત કરવામાં આવી શકે છે, તે સતત છ વર્ષ સુધી આ પદ પર રહી શકે છે.

 

કોણ છે ઇન્દ્રા નૂઇ?

 

ઇન્દ્રા નૂઇનો જન્મ ચેન્નાઇમાં થયો હતો અને શરૂઆતનો અભ્યાસ પણ તેમને અહીં જ કર્યો. ઇન્દ્રા નૂઇએ કોલકાતાની આઇઆઇએસમાં અભ્યાસ કર્યો અને ભારતમાં જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તે બાદ તેમને અમેરિકામાં પણ અભ્યાસ કર્યો.

 

કેટલીક કંપનીઓમાં કામ કર્યા બાદ 1994માં ઇન્દ્રાએ પેપ્સિકો જોઇન કરી હતી. 62 વર્ષીય નૂઇએ કંપની સાથે 24 વર્ષ સુધી કામ કર્યુ છે. તે 2006માં કંપનીની સીઇઓ બની હતી. વર્ષ 2006 બાદથી તે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત સામેલ રહી છે, તેમને 2007માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્દ્રા નૂઇનું નામ સૌથી વધુ પગાર મેળવતી મહિલા સીઇઓમાં સામેલ કરવામાં આવે છે. ઇન્દ્રા નૂઇનો પગાર 25.9 ડોલર મિલિયન એટલે કે 1 અબજ 70 કરોડ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...