IPL / પાર્થિવ પટેલ IPLની દરેક મેચ રમ્યા પછી વેન્ટિલેટર પર રહેલા પિતાને મળવા આવે છે અમદાવાદ

Parthiv Patel Father is Admitted In ICU Has Been Making Frequent Trips To Ahmedabad

divyabhaskar.com

Apr 12, 2019, 07:06 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ પોતાના પિતાને કારણે ચિતિંત છે. પાર્થિવ પટેલના પિતાને બ્રેન હેમરેજ છે. પાર્થિવ પટેલના પિતા ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે.

પાર્થિવ પટેલ પિતાને કારણે રહે છે પરેશાન

પાર્થિવ પટેલનું રમતની સાથે સાથે તેના ફોન પર જ ધ્યાન રહે છે. પાર્થિવ પટેલને ફોન દ્વારા જ તેના પિતાના સ્વાસ્થ્ય અંગે ખબર પડે છે. જોકે, મેચ દરમિયાન પાર્થિવનો પરિવાર તેને ફોન નથી કરતો. પાર્થિવ પટેલે જણાવ્યુ કે મેચ બાદ જ્યારે પણ તે ફોન ઉઠાવે છે તો તેને ડર લાગવા લાગે છે.પાર્થિવ પટેલે કહ્યું, 'જ્યારે હું રમી રહ્યો હોઉ ત્યારે મારા મગજમાં કઇ નથી હોતુ પરંતુ જેવી જ મેચ પૂર્ણ થયા બાદ મારૂ દિલ ઘરનું વિચારવા લાગે છે, સવારે ઉઠતા જ પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછુ છુ. ડોક્ટરો સાથે વાત કરૂ છું. ક્યારેક ક્યારેક તો કેટલાક મોટા નિર્ણય લેવા પડતા હોય છે, મારી માતા અને પત્ની ઘરે છે પરંતુ અંતિમ નિર્ણય લીધા પહેલા મને પૂછે છે. શરૂઆતના દિવસ ઘણા મહત્વના હતા- શું કેટલાક દિવસ માટે વેન્ટિલેટર બંધ કરી દે અથવા કેટલુ ઓક્સિજન આપવુ જોઇએ, આવા નિર્ણય લેવા ઘણા કઠિન હોય છે.'

RCBએ પાર્થિવ પટેલને ઘરે જવાની આપી છે પરવાનગી

પાર્થિવે આગળ જણાવ્યુ, 'મેચના દિવસે કેટલીક વખત એવુ બને છે જ્યારે મારો પરિવાર આવા નિર્ણય લે છે અને પછી મને જણાવે છે. તે નથી ઇચ્છતા કે મારૂ ધ્યાન ભટકે, માનસીક રીતે ઘણો ભાર છે પરંતુ કોઇ શું કરી શકે છે? પહેલા ખરાબ વિચાર આવતા હતા પરંતુ હવે પરિવારે ખુદને સંભાળી લીધો છે. મહત્વપૂર્ણ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મેચ બાદ પાર્થિવ પટેલને ઘરે જવાની પરવાનગી આપી છે. સુત્રો અનુસાર તે દરરોજ મેચ બાદ સીધો ઘરે જાય છે અને પછી મેચ પહેલા ટીમ સાથે જોડાય છે. સતત મુસાફરીથી ઘણો ફરક પડે છે પરંતુ પાર્થિવ પટેલ પોતાની રમત પર તેની અસર પડવા દેવા માંગતો નથી.પાર્થિવ પટેલે જ પિતાની બીમારીને કારણે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ છોડી દીધી હતી પરંતુ પરિવારના કહેવા પર તે આઇપીએલ રમવા માટે તૈયાર થઇ ગયો હતો.

અમ્પાયરે નો-બોલ ના આપતા ધોનીએ કર્યો ઝઘડો, દંડ ફટકારવામાં આવ્યો

X
Parthiv Patel Father is Admitted In ICU Has Been Making Frequent Trips To Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી