ધોનીની પત્ની સાક્ષીએ પોતાના જન્મ દિવસની કરી ભવ્ય ઉજવણી, સિગાર પી તો જોવા મળ્યો હાર્દિક પંડ્યા

MS Dhoni Wife Sakshi Celebrated Birthday Party Turn 30

divyabhaskar.com

Nov 19, 2018, 10:44 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર એમએસ ધોનીની પત્ની સાક્ષી પોતાના 30માં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. સાક્ષીના જન્મ દિવસે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. બર્થ ડે પાર્ટીની તસવીરો સાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.

2 દિવસ પહેલા જ જન્મ દિવસની કરાઇ ઉજવણી

સાક્ષીનો જન્મ દિવસ 19 નવેમ્બરે છે પરંતુ માહીએ મુંબઇમાં 17 નવેમ્બરે જ સાક્ષીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. બર્થ ડે કેક કાપવાનો સાક્ષીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સાક્ષી કેક કાપ્યા બાદ તેને એમએસ ધોનીને ખવડાવતી નજરે પડે છે. સાક્ષીની પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ સૌફી ચૌધરી પણ જોવા મળી હતી. આ સિવાય સાક્ષીની બેસ્ટ ફ્રેન્ડ પૂર્ણા પટેલ પણ આ પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી.

ફંકી લૂકમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા

કેકના વીડિયોમાં હાર્દિક પંડ્યા પણ પોતાના ફંકી લુકમાં નજરે પડી રહ્યો છે પરંતુ આ વખતે તેના હાથમાં સિગારેટ કે સિગાર જેવી કોઇ વસ્તુ દેખાઇ રહી છે. જોકે, આ વીડિયોમાં તે સ્પષ્ટ નથી થતુ કે તેના હાથમાં ખરેખર શું છે. બર્થ ડે પાર્ટીમાં ધોની અને સાક્ષીના મિત્ર નજરે પડ્યા હતા.

2010માં ધોની સાથે કર્યા હતા લગ્ન

4 જુલાઇ 2010માં ધોનીએ સાક્ષી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ધોની અને સાક્ષી રાંચીની ડીએવી શ્યામલી સ્કૂલના બાળપણના મિત્ર છે. ધોની અને સાક્ષીના પિતા એક જ કંપનીમાં કામ કરતા હતા. સાક્ષીનો પરિવાર તેના પિતાના રિટાયરમેન્ટ બાદ દહેરાદૂન ચાલ્યો ગયો હતો. જો કે તેના કેટલાક વર્ષો પછી ધોની સાક્ષીને કોલકાતામાં મળ્યો હતો.

એક હોટલમાં થઇ હતી બન્નેની મુલાકાત

મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી રાંચીમાં સાથે ભણતા હતા. તે બાદ સાક્ષી દહેરાદૂન ચાલી ગઇ હતી. નવેમ્બર-ડિસેમ્બર 2007માં બન્નેની કોલકાતાની ફાઇવ સ્ટાર 'હોટલ તાજ'માં મુલાકાત થઇ હતી.ધોની કોલકાતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમી રહ્યો હતો અને ટીમ હોટલ તાજમાં રોકાઇ હતી. સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે અને તે હોટલમાં ઇન્ટર્નશીપ તરીકે કામ કરતી હતી.ટીમ ઇન્ડિયાના ખેલાડી આ જ હોટલમાં રોકાયા હતા.આ સીરિઝ દરમિયાન ધોનીના મેનેજરે તેની મુલાકાત સાક્ષી સાથે કરાવી હતી. તે સમયે ધોનીને તે વાત માલુમ ન પડી કે સાક્ષી તે જ યુવતી છે. વાતચિત દરમિયાન તેમને આ વાતની માલુમ પડી હતી.4 જુલાઇ 2010માં દહેરાદૂન પાસે એક રિસોર્ટમાં મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક દિવસ પહેલા જ આ બન્નેની સગાઇ થઇ હતી.

2019નો વર્લ્ડકપ રમવો ધોનીનું સ્વપ્ન, નજીકના મિત્રએ કર્યો મોટો ખુલાસો

X
MS Dhoni Wife Sakshi Celebrated Birthday Party Turn 30
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી