200 KMની સ્પીડથી દોડી રહી હતી બાઇક, ત્યારે જ રાઇડરે વિરોધી રેસરની દબાવી દીધી બ્રેક

Moto Race Rider Romano Fenati Brake Lever High Speed San Marino

DivyaBhaskar.Com

Sep 11, 2018, 04:17 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બાઇક રેસમાં જીતવાનું સ્વપ્ન દરેક રાઇડરને હોય છે પરંતુ તેને રેસમાં પોતાના દમ પર જીતવાનું હોય છે. લંડનમાં આયોજિત બાઇક રેસમાં એક એવી ઘટના બની જેને કારણે રેસની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.

રાઇડરની થઇ રહી છે ટિકા

આ બાઇક રેસમાં એક રાઇડરે પોતાના વિરોધીને હરાવવા માટે તેની બાઇકની બ્રેક ખેચવાનો પ્રયાસ કર્યો હતો. ચોકાવનારી વાત એ છે કે આ ઘટના સમયે બાઇક 220 કિલોમીટરથી વધુ સ્પીડથી દોડી રહી હતી. થોડી પણ ચુક થઇ જાત તો મોટી દૂર્ઘટના ઘટી શકતી હતી.ઇટાલિયન Moto GP2ના રાઇડર રોમાનો ફેનટીએ જૈન મેરીનો જીપી રાઇડ દરમિયાન વિરોધી સ્ટેફાનો મંજીની બાઇકની બ્રેકને ખેચીને તેને પાડવાનો પ્રયાસ કર્યો અને આ હરકત માટે તેની પર રેસિંગ ગેમમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રેસરે માંગી માફી

ઘટના બાદ ફેનાટીને આ રેસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. અહી સુધી કે રેસિંગ ગેમના માલિકે ફેનાટીની આ હરકત પર નારાજગી વ્યક્ત કરી છે.રેસિંગ જગતમાં આ હરકતની ટિકા થઇ રહી છે અને મોટા ભાગના લોકો આ સ્પોર્ટ્સ મેન સ્પિરિટ વિરૂદ્ધની ગણાવી રહ્યાં છે.ઘટના બાદ ફેનટીએ વિરોધી સ્પર્ધકની બ્રેક ખેચવા પર માફી માંગી છે, તેને કહ્યું કે મે ઘણી શરમજનક હરકત કરી છે, મારી જે પણ ટિકા થઇ રહી છે તે યોગ્ય છે કારણ કે લોકો મારાથી ઘણા નારાજ છે.

X
Moto Race Rider Romano Fenati Brake Lever High Speed San Marino
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી