તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLમાં રમી ચુક્યો છે આફ્રિકાનો આ સ્ટાર ક્રિકેટર, સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સાથે કર્યા છે લગ્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: મોર્ને મોર્કલ (6 ઓક્ટોબર 1984) પોતાના 34માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. મોર્કલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી એક સમયે રમનારા મોર્કલે 26 નવેમ્બર, 2006માં ભારત વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. આઇપીએલમાં મોર્કલ શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતો હતો.

 

2013માં સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સાથે કર્યા લગ્ન

 

મોર્ને મોર્કલે 2013માં સ્પોર્ટ્સ પ્રેઝન્ટર રોજ કેલી સાથે લગ્ન કર્યા હતા. તે અવાર નવાર મોર્કલ સાથે ટૂર પર જોવા મળે છે.

 

દરેક વખતે કરે છે તાજનો દિદાર

 

મોર્ને મોર્કલ તે ખેલાડીઓમાં સામેલ છે, જે ભારત આવતા પ્રેમના પ્રતીક તાજ મહેલનો દીદાર કરવાનું નથી ભૂલતો. એક વખત તેને કહ્યું હતું, 'તાજ મહેલ ગયા બાદ સુંદર ફિલિંગ આવે છે. હું જ્યારે પણ ત્યા જાઉ છુ તો આગ્રાના તાજ મહેલ જરૂર જઉં છું. કેલી (પત્ની) પણ આ જ ઇચ્છે છે.'

 

મોર્ને મોર્કલ સાથે જોડાયેલા ફેક્ટ

 

* 6 ફૂટ પાંચ ઇંચ લાંબા કદના મોર્નેનો ભાઇ એલ્બી મોર્કલ પણ ક્રિકેટર છે.
* મોર્નેએ 19 વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું.
* મોર્કલ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સિવાય, દિલ્હી ડેરડેવિલ્સ, ઇસ્ટર્ન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ટાઇટન્સ અને યોર્કશાયર તરફથી રમી ચુક્યો છે.
* 86 ટેસ્ટમાં 309 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 6/23 છે.
* 117 વન ડેમાં તેને 188 વિકેટ ઝડપી છે.તેનું બેસ્ટ પ્રદર્શન 5/21 છે.
* મોર્કલે 44 ટી-20માં 47 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 4/17 છે. 

અન્ય સમાચારો પણ છે...