Home » Sports » Cricket » Latest News » Mohammad Irfan Record Best T20 Figures In Caribbean Premier League

મોહમ્મદ ઇરફાને બનાવ્યો ટી-20માં વર્લ્ડ રેકોર્ડ, 4 ઓવરમાં 3 મેઇડન ફેકી 1 રન આપીને ઝડપી 2 વિકેટ

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 03:43 PM

કેરેબિયન પ્રીમિયર લીગમાં પાકિસ્તાનના બોલર મોહમ્મદ ઇરફાને 23 બોલ ડોટ કાઢ્યા હતા

  • Mohammad Irfan Record Best T20 Figures In Caribbean Premier League

    સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની તર્જ પર શરૂ થયેલી કેરેબિયન પ્રીમિયર લીગ રમાઇ રહી છે. બાર્બાડોસ ટ્રાઇડેન્ટ અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને રેકોર્ડ બનાવ્યો છે. મોહમ્મદ ઇરફાને 4 ઓવરમાં 3 મેઇડન ફેકી 1 રન આપીને 2 વિકેટ ઝડપી છે.

    0.25ની ઇકોનોમીથી કરી બોલિંગ

    ટી-20માં ઘણી ઓછી વખત બને છે જ્યારે કોઇ બોલર બેટ્સમેનોને રન બનાવતા રોકી દે. 148 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની ટીમને પહેલા ઇરફાને શરૂઆતમાં ક્રિસ ગેલ અને ઇવિન લેવિસની વિકેટ ઝડપી ફટકો આપ્યો હતો. બાદમાં સતત મેઇડન ઓવર નાખીને તેમની પર દબાણ બનાવ્યુ હતું. ઇરફાને કુલ 4 ઓવરમાં ત્રણ મેઇડન ઓવર ફેકી માત્ર એક રન આપ્યો હતો. જ્યારે 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપવામાં પણ સફળતા મળી હતી. આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે ટી-20માં કોઇ બોલરે ત્રણ ઓવર મેઇડન ફેકી હોય. ઇરફાને 23 બોલ ડોટ ફેકી હતી, તેના એક બોલ પર માત્ર 1 રન જ આવ્યો હતો.

    ટી-20માં રેકોર્ડ બોલિંગ

    મોહમ્મદ ઇરફાન (પાકિસ્તાન) 4-3-1-2. (0.25) ટ્રાઇડેન્ટ Vs પેટરોઇટ (બ્રિજટાઉન) 2018

    ક્રિસ મોરિસ (દક્ષિણ આફ્રિકા) 4-3-2-2 (0.50) લાયન્સ Vs કેપ કોબરા (જ્હોનિસબર્ગ) 2014

    ચનાકા વેલેગેંદરા (શ્રીલંકા) 4-3-2-2. (0.50) તમિલ યૂનિયન Vs સિનહાલેસ (કોલંબો) 2015

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ