સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે સિરીઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. બન્ને ટીમ 1-1 મેચ જીતી ચુકી છે. અંતિમ ટી-20માં શ્રેણી જીતવા બન્ને ટીમ જોર લગાવશે. વિરાટ કોહલી ત્રીજી મેચમાં ટી-20માં પોતાના 2 હજાર રન પૂરા કરી શકે છે. આ સિદ્ધિથી તે માત્ર 17 રન દૂર છે. રાત્રે 9:30 કલાકે કેપટાઉનમાં મેચ રમાશે.
વિરાટ પૂરા કરી શકે છે 2 હજાર રન
વિરાટ કોહલીને ટી-20 ઇન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરવા માટે 17 રનની જરૂર છે. જો તે સફળ થશે તોભારતનો પ્રથમ અને માર્ટિન ગુપ્ટિલ તથા બ્રેન્ડન મેક્કુલમ પછી વિશ્વનો ત્રીજો
બેટ્સમેન બનશે.
કેપટાઉનમાં ભારતને મળી શકે ફાયદો
દક્ષિણ આફ્રિકાનો આ મેદાન પર ટી-20 મેચમાં રેકોર્ડ સારો રહ્યો નથી. આફ્રિકા 8 મેચમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યુ છે. ભારતે ન્યૂલેન્ડ્સ પર ક્યારેય ટી-20 મેચ રમી નથી. ભારત અહીં
પ્રથમ ટી-20 મેચ રમશે.
ટીમમાં થઇ શકે છે બદલાવ
ભારતે ગત મેચમાં અનફિટ જસપ્રિત બુમરાહની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. બુમરાહ ફિટ થઇ ચુક્યો છે જેને કારણે તે પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે.
યુઝવેન્દ્ર ચહલ ગત મેચમાં મોંઘો સાબિત થયો હતો જેને કારણે તેની જગ્યાએ કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. બીજી તરફ રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા
પ્રવાસમાં એક સદીને બાદ કરતા પુરી રીતે ફ્લોપ રહ્યો છે. ટી-20માં પણ તેનું પ્રદર્શન સાધારણ રહ્યું છે જેને કારણે વિરાટ તેના સ્થાને લોકેશ રાહુલને તક આપી શકે છે.
બન્ને સંભવિત ટીમ આ રીતે છે
ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, મનિષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર
દક્ષિણ આફ્રિકા: રેજા હેનરિક્સ, ફરહાન બેહરદીન, જૂનિયર ડાલા, જેપી ડ્યુમિની (કેપ્ટન) હેનરિક ક્લાસેન, ડેવિડ મિલ્લર, ક્રિસ મોરિસ, ફેહલુકવાયો, તબરેજ શમ્સી, જોન સ્મટ્સ, એરોન ફાંગિસો
આગળની સ્લાઇડમાં વાંચો, ધોની 50 કેચ પૂરા કરી શકે છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.