દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને વન ડે ડેબ્યૂ મેચમાં જ ફટકારી સદી, લોકેશ રાહુલ સહિત આ પ્લેયર્સ પણ મેળવી ચુક્યા છે સિદ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: રીજા હેન્ડરીક્સ (102)ની સદી તેમજ લુંગી નગીડી (4/57)ના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને ત્રીજી વન ડેમાં 78 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ જીત સાથે પાંચ વન ડે મેચની સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. આ રીજા હેન્ડરીક્સની ડેબ્યૂ વન ડે મેચ હતી જેમાં તેને સદી ફટકારી છે. રીજા હેંડ્રિક્સ પહેલા પણ કેટલાક ખેલાડી છે જે ડેબ્યૂ વન ડે મેચમાં સદી ફટકારી ચુક્યા છે.

 

લોકેશ રાહુલ ફટકારી ચુક્યો છે ડેબ્યૂ મેચમાં સદી

 

- ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે 11 જૂન, 2016માં ઝિમ્બાબ્વે સામે રમાયેલી ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી ઇતિહાસ રચી દીધો હતો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. રાહુલે પોતાની પ્રથમ વન ડે મેચમાં રોબિન ઉથપ્પાનો રેકોર્ડ તોડ્યો હતો.ડેબ્યૂ મેચમાં બેસ્ટ સ્કોરનો રેકોર્ડ આ પહેલા ઉથપ્પા (86)ના નામે હતો. ઉથપ્પાએ 2006માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ મેચમાં 86 રન બનાવ્યા હતા.લોકેશ રાહુલે અણનમ 100* રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગમાં 115 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેને 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. 

 

આ પ્લેયર્સ ફટકારી ચુક્યા છે ડેબ્યૂ મેચમાં સદી

 

એમીસ (ઇંગ્લેન્ડ), હેન્સ (વેસ્ટ ઇન્ડિઝ), એન્ડી ફ્લાવર (ઝિમ્બાબ્વે), સલીમ ઇલાહી (પાકિસ્તાન), માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ), કોલિન ઇનગ્રામ (દક્ષિણ આફ્રિકા), નીકોલ (ન્યૂઝીલેન્ડ), હ્યુંઝીસ (112), માઇકલ લુમ્બ (106), ચેપમેન (હોંગકોંગ), લોકેશ રાહુલ (ભારત), બવુમા (દક્ષિણ આફ્રિકા), ઇમાન ઉલ હક (પાકિસ્તાન), હેન્ડરીક્સ (દક્ષિણ આફ્રિકા)

 

વિરાટ કોહલી પર નિર્ભર જોવા મળી ટીમ ઇન્ડિયા, આ રહ્યાં ઇંગ્લેન્ડ સામે હારના કારણ

અન્ય સમાચારો પણ છે...