આ ક્રિકેટરની દીવાની થઇ હતી પાકિસ્તાની ગર્લ્સ, હવે જોડાયો ધોનીની ટીમ સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ભારતીય બોલર લક્ષ્મીપતિ બાલાજીને ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2018 માટે પોતાની ટીમનો બોલિંગ કોચ જાહેર કર્યો છે. આ અગાઉ તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ધોનીના નેતૃત્વમાં રમી ચુક્યો છે.  એક સમયે તે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર બની ગયો હતો. વર્ષ 2004માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ટૂર સમયે તેણે શાનદાર પ્રદર્શન કરી ભારતીય ફેન્સની સાથે સાથે પાકિસ્તાની ફેન્સનું દિલ પણ જીતી લીધુ હતું. અહીં સુધી કે એક સમયે કેટલીક પાકિસ્તાની યુવતીઓ પણ પોતાના હાથમાં 'Will You Marry Me' લખીને બાલાજીને પ્રપોઝ કરતી હતી.

 

શોએબની બોલ પર મારી હતી બેટ તોડ સિક્સર

 

- પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વન ડે સિરીઝની પાંચમી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 24 માર્ચે રમાઇ હતી.
- આ મેચમાં બાલાજીએ શોએબ અખ્તરના બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી હતી. જ્યારે તે હુક કરી રહ્યો હતો ત્યારે બેટ તૂટીને નીચે પડી ગયુ હતું.
- તે બાદ તે પોતાની જાણીતી સ્માઇલ સાથે બોલ અને બેટ બન્નેને જોઇ રહ્યો હતો, જ્યારે સ્ટેડિયમ બાલાજી-બાલાજીની બુમથી ગૂંજી રહ્યું હતું.
- આ મેચમાં બાલાજીએ ત્રણ વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, તે સમયે પાકિસ્તાની યુવતીઓની જીભ પર માત્ર બાલાજીનું જ નામ હતું.
- પાકિસ્તાનના તે પ્રવાસમાં બાલાજીએ 3 ટેસ્ટ મેચમાં 12 વિકેટ ઝડપી હતી જ્યારે 5 વન ડે મેચમાં 6 વિકેટ ઝડપી હતી.

 

તમિલનાડુનો છે બાલાજી

 

- લક્ષ્મીપતિ બાલાજીનો જન્મ 27 સપ્ટેમ્બર, 1981માં થયો હતો. તે તમિલનાડુની કાંચીપુરમ ડિસ્ટ્રીક્ટના વલાજાબાદનો છે. ફેન્સ વચ્ચે તેણે નાયડૂના નામથી ઓળખવામાં આવે છે.
- બાલાજીએ ડોમેસ્ટિક ક્રિકેટ તમિલનાડુ તરફથી રમી હતી જ્યારે IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સાથે જોડાયો હતો.

 

મોડલ સાથે કર્યા લગ્ન


- બાલાજીની પત્નીનું નામ પ્રિયા થલૂર છે. લગ્ન પહેલા પ્રિયા ચેન્નાઇ બેસ્ડ મોડલ રહી ચુકી છે.
- આ બન્નેની મુલાકાત એક પાર્ટી દરમિયાન વર્ષ 2009માં થઇ હતી. બાલાજી તેણે જોતા જ દિલ આપી બેઠો હતો.
- કેટલીક મુલાકાત બાદ બન્ને સારા મિત્ર બની ગયા હતા, પ્રિયા અવાર નવાર બાલાજીને ચીયર કરવા સ્ટેડિયમ આવતી હતી.
- ખાસ કરીને ચેન્નાઇમાં રમાનાર IPL મેચ દરમિયાન પ્રિયા સ્ટેડિયમમાં જ રહેતી હતી. અહીંથી બન્ને નજીક આવ્યા પરંતુ બન્ને એક બીજાને સારા મિત્ર જ ગણાવતા રહ્યાં હતા.
- આશરે ચાર વર્ષના અફેર બાદ માર્ચ 2013માં આ બન્નએ સગાઇ કરી હતી, જ્યારે સપ્ટેમ્બર 2013માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
- રિલેશનશીપની જેમ આ કપલે પોતાની સગાઇ અને લગ્ન પણ લો-પ્રોફાઇલ રાખ્યા હતા.

 

બાલાજીનું ક્રિકેટ કરિઅર....

 

- બાલાજીએ ઓક્ટોબર 2003માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે તેણે અંતિમ ટેસ્ટ માર્ચ 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી. બાલાજીની ટેસ્ટ કારકિર્દી માત્ર દોઢ વર્ષ ચાલી હતી.
- ટેસ્ટ કારકિર્દીમાં બાલાજીએ 8 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 27 વિકેટ પણ ઝડપી છે. ઇજાને કારણે તેની કારકિર્દી ઘણા ઓછા સમયમાં પૂર્ણ થઇ ગઇ હતી.
- બાલાજીએ પોતાની વન ડે કારકિર્દીમાં 30 મેચ રમી છે જેમાં તેના નામ પર 34 વિકેટ છે. 5 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બાલાજીએ 10 વિકેટ ઝડપી છે.
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં બાલાજીએ 106 મેચમાં 330 વિકેટ ઝડપી છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, ચેન્નાઈના નવા ટીમ મેમ્બર સાથે જોડાયેલ અન્ય ફેક્ટ અને તસવીરો....

અન્ય સમાચારો પણ છે...