દોડતા-દોડતા લોકેશ રાહુલનું ઉતરી ગયુ શૂઝ, સ્ટોક્સે પહેરાવવામાં કરી મદદ

સ્ટોક્સે લોકેશ રાહુલને મદદ કરતા સોશિયલ મીડિયા પર થઇ રહી છે પ્રશંસા

DivyaBhaskar.Com | Updated - Sep 11, 2018, 11:53 AM
India Vs England: KL Rahul loses his shoe, Ben Stokes helps

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.આ દરમિયાન બેટિંગ દરમિયાન લોકેશ રાહુલનું શૂઝ રન દોડતા સમયે ઉતરી ગયુ હતું. જેને સ્ટોક્સે તેને પહેરાવવામાં મદદ કરી હતી. તે બાદ ભારતીય ફેન્સ પણ સ્ટોક્સના ફેન બની ગયા હતા.

લોકેશ રાહુલને સ્ટોક્સે આપ્યુ શૂઝ

ભારતીય ટીમની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી. સ્ટોક્સ મેચની પાંચમી ઓવર નાખવા માટે આવ્યો હતો. સામે છેડે લોકેશ રાહુલ બેટિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સના ઓવરના બીજા બોલ પર લોકેશ રાહુલે સિંગલ લઇ રન દોડવા ગયો આ વચ્ચે તેનું શૂઝ ઉતરી ગયુ હતું. લોકેશ રાહુલે શૂઝ વગર જ રન પુરો કર્યો હતો અને બોલિંગ કરી રહેલા સ્ટોક્સે તે શૂઝને હાથમાં લીધુ અને તે દોરી ખોલીને રાહુલને આપવા માટે આવ્યો હતો. બેન સ્ટોક્સની આ વાતે તમામ લોકોનું દિલ જીતી લીધુ હતું.

ભારત પર હારનું સંકટ

ઇંગ્લેન્ડે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 332 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 292 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને 40 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં અંતિમ મેચ રમી રહેલા એલિસ્ટર કુકના 147 અને કેપ્ટન જો રૂટના 125 રનની મદદથી 8 વિકેટે 423 રને ઇનિંગ ડિકલેર કરી હતી. ભારતને ટેસ્ટ મેચ જીતવા માટે 464 રનનો પડકાર આપ્યો હતો. ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી અને ચોથા દિવસના અંત સુધી ભારતે 3 વિકેટ ગુમાવી 58 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ (46) અને અજિંક્ય રહાણે (10) રને રમતમાં છે.

લોકેશ રાહુલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો, દ્રવિડને છોડ્યો પાછળ

X
India Vs England: KL Rahul loses his shoe, Ben Stokes helps
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App