ફિલ્ડિંગ / વિશ્વના ટૉપ પાંચ ફિલ્ડર્સમાં માત્ર આ ભારતીય ખેલાડીનું નામ સામેલ, ICCએ શેર કર્યો વીડિયો

Jonty Rhodes picks top 5 fielders names suresh raina Number 1

divyabhaskar.com

Feb 14, 2019, 05:36 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો ટીમમાં શાનદાર ફિલ્ડર સામેલ છે. કેપ્ટન વિરાટ કોહલી સિવાય રવિન્દ્ર જાડેજા, લોકેશ રાહુલ જેવા ખેલાડીની પણ સારા ફિલ્ડર્સમાં ગણના થાય છે. આ પહેલા પૂર્વ કેપ્ટન અઝહરૂદ્દીન, અજય જાડેજા જેવા ખેલાડી પણ સારા ફિલ્ડર હતા. હવે વિશ્વના ટૉપ પાંચ ફિલ્ડરોની જ્યારે પસંદગી થઇ તો માત્ર એક ભારતીય ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના શાનદાર ફિલ્ડરમાં સામેલ જોન્ટી રોડ્સે વિશ્વના સૌથી પાંચ શાનદાર ફિલ્ડરની પસંદગી કરી છે.

વિશ્વના પાંચ શાનદાર ફિલ્ડર

જોન્ટી રોડ્સે વિશ્વના પાંચ શાનદાર ફિલ્ડરમાં ભારતના એકમાત્ર સુરેશ રૈનાની પસંદગી કરી છે. જોન્ટી રોડ્સના આ ફિલ્ડરોનો વીડિયો આઇસીસીએ પણ શેર કર્યો છે. જોન્ટી રોડ્સે પોતાના ટૉપ પાંચ ફિલ્ડર્સમાં ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યૂ સાયમંડ્સને સામેલ કર્યો છે. સાયમંડ્સ સર્કલ બહાર અને અંદર શાનદાર ફિલ્ડિંગ કરતો હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકાનો હર્શલ ગિબ્સ પણ સામેલ છે. ઇંગ્લેન્ડના પોલ કોલિંગવુડનું પણ નામ આ યાદીમાં સામેલ છે. અન્ય બે નામમાં દક્ષિણ આફ્રિકાના એબીડી વિલિયર્સ અને ભારતીય ખેલાડી સુરેશ રૈના છે.

સુરેશ રૈના શાનદાર ફિલ્ડર

સુરેશ રૈના અંગે જોન્ટી રોડ્સે કહ્યું કે બારતીય મેદાનો પર ઘાસ ઓછી હોય છે અને આ સ્થિતિમાં અહી ફિલ્ડિંગ કરવી થોડી મુશ્કેલ હોય છે. તેમ છતા સુરેશ રૈના સ્લિપમાં અને આઉટફીલ્ડમાં શાનદાર ફિલ્ડિંગ કરે છે. વિશ્વના ટૉપ ફાઇવ ફિલ્ડરોમાં સામેલ કરવામાં આવ્યા બાદ રૈનાએ તેને મોટી સફળતા ગણાવી અને જોન્ટી રોડ્સનો આભાર માન્યો હતો. રૈનાએ લખ્યુ કે તમે મને હંમેશા પ્રેરિત કર્યો છે.


વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે પોતાની હોટલમાં મનાવ્યો વેલેન્ટાઇન, શેર કરી તસવીરX
Jonty Rhodes picks top 5 fielders names suresh raina Number 1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી