એન્ડરસન સાથે બની દૂર્ઘટના, સ્ટોક્સ બાદ લોર્ડ્સ ટેસ્ટમાંથી થઇ શકે છે ટીમની બહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા ભારત માટે રાહતના સમાચાર છે. પ્રથમ ટેસ્ટ મેચના વિનર બેન સ્ટોક્સ બાદ ટીમના મેઇન બોલર જેમ્સ એન્ડરસન ટીમની બહાર થઇ શકે છે. જેમ્સ એન્ડરસનને ગોલ્ફ રમતા સમયે ઇજા થઇ છે. મહત્વપૂર્ણ છે કે જેમ્સ એન્ડરસને પ્રથમ ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી.

જેમ્સ એન્ડરસન થયો ઇજાગ્રસ્ત

 

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. એન્ડરસનને ગોલ્ફ રમતા સમયે ઇજા થઇ હતી જેનો વીડિયો તેના સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં એન્ડરસન હાથમાં ગોલ્ફ સ્ટિકથી બોલને મારે છે અને તે ઝાડ સાથે ટકરાઇને પરત તેની તરફ ફરે છે અને તેના મોઢા પર ટકરાય છે.બીજી ટેસ્ટમાં તે રમશે કે નહી તેના વિશે હજુ કઇ કહી શકાય તેમ નથી. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં 31 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ઇંગ્લેન્ડની ટીમે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

 

ઇંગ્લેન્ડની ટીમમાં બીજી ટેસ્ટમાં 2 બદલાવ

 

ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચમાં ટીમમાં 2 બદલાવ કર્યા છે. ઇંગ્લેન્ડે ડેવિડ મલાનની જગ્યાએ 20 વર્ષીય ઓલી પોપને તક આપી છે. બીજી તરફ બેન સ્ટોક્સ કોર્ટ કેસને કારણે ટેસ્ટ મેચ નહી રમી શકે. સ્ટોક્સ બ્રિસ્ટલમાં કોર્ટમાં રજૂ થવાનું છે. સ્ટોક્સની જગ્યાએ ક્રિસ વોક્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.