ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બન્યો એન્ડરસન, મેકગ્રાથને છોડ્યો પાછળ

એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 564મી વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડ્યો હતો

DivyaBhaskar.Com | Updated - Sep 12, 2018, 11:28 AM
James Anderson has become the highest wicket-taker among seamers in Test matches

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત વિરૂદ્ધ 5 મેચની ટેસ્ટ સિરીઝને યાદગાર બનાવી દીધી છે. આ મેચમાં અંતિમ વિકેટના રૂપમાં જ્યારે એન્ડરસને મોહમ્મદ શમીને બોલ્ડ કર્યો તો તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો હતો. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 564મી વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા (563)ને પાછળ છોડી દીધો હતો. આ સાથે ઇંગ્લેન્ડે પણ 5 ટેસ્ટની આ સિરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ફાસ્ટ બોલર

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ફાસ્ટ બોલર બની ગયો છે. એન્ડરસને 143 ટેસ્ટ મેચમાં 564 વિકેટ ઝડપી છે. એન્ડરસનનું બેસ્ટ પ્રદર્શન 42 રન આપીને 7 વિકેટ છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા છે. જેને 124 ટેસ્ટ મેચમાં 563 વિકેટ ઝડપી છે. કપિલ દેવ આ યાદીમાં ચોથા નંબર પર છે. કપિલ દેવે 132 ટેસ્ટ મેચમાં 434 વિકેટ ઝડપી છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ મુરલીધરનના નામે

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીધરનના 800 વિકેટ છે. બીજા નંબર પર શેન વોર્ન છે. શેન વોર્નના નામે 708 વિકેટ છે. ભારતના અનિલ કુંબલેના નામે 619 વિકેટ છે.

શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, નિડર થઇને રમ્યા: કોહલી

X
James Anderson has become the highest wicket-taker among seamers in Test matches
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App