IPL / ડેબ્યૂ મેચના પ્રથમ બોલ પર જ બોલ્ડ થયો જો ડેનલી

Joe Denly Golden duck On Debut For IPL 2019

divyabhaskar.com

Apr 12, 2019, 10:14 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી જો ડેનલીએ ડેબ્યૂ કર્યુ હતું.જોકે, તે મેચના પ્રથમ બોલ પર જ ઇશાંત શર્માની ઓવરમાં બોલ્ડ થયો હતો.ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટના જાણીતા બેટ્સમેન ડેનલીને કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલની હરાજીમાં એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે પોતાની પ્રથમ મેચમાં છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ડેબ્યૂ મેચમાં 0 રને આઉટ થયા છે આ પ્લેયર્સ

જો ડેનલી કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી IPLમાં ગોલ્ડન ડક થનાર પ્રથમ ખેલાડી નથી, આ પહેલા પણ કેટલાક ખેલાડી ડેબ્યૂ મેચમાં 0 રને આઉટ થયા છે. KKR તરફથી ડેબ્યૂ કરનાર ગોલ્ડન ડક પ્લેયરમાં વેસ્ટ ઇન્ડીઝનો જેસન હોલ્ડર, સુનીલ નારીન, મનોજ તિવારી, અરીન્દમ ઘોષ અને જો ડેનલીનો સમાવેશ થાય છે.

ફૂટબોલર હતો જો ડેનલી

જો ડેનલી બાળપણમાં ફૂટબોલનો શોખીન હતો, તેણે ચોસરસ ટેકનોલોજી સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો હતો. વ્હાઇટસ્ટેબલ ટાઉન તરફથી ફૂટબોલ રમતા સમયે તેનો ખભામાં ઇજા થઇ હતી. જો ડેનલીના ભાઇ સેમ ફૂટબોલ ક્લબ હાઇટ ટાઉનનો મેનેજર છે, જો ડેનલીના પિતા નિક પણ વ્હાઇટસ્ટેબલ ક્રિકેટ ક્લબ તરફથી કેન્ટ ક્રિકેટ લીગમાં રમી ચુક્યા છે.

જો ડેનલીની ક્રિકેટ કરિયર

જો ડેનલી ઇંગ્લેન્ડ તરફથી 2 ટેસ્ટ મેચ રમી છે જ્યારે 9 વન ડે મેચ અને 9 ટી-20 મેચ રમવાની તક મળી છે. ફર્સ્ટ ક્લાસની 191 મેચમાં જો ડેનલીએ 11098 રન બનાવ્યા છે. જ્યારે 151 લિસ્ટ-એ મેચમાં 4668 રન અને 202 ટી-20માં 5033 રન બનાવ્યા છે.

X
Joe Denly Golden duck On Debut For IPL 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી