IPL / ભારતીય મૂળની યુવતી સાથે પ્રેમ બાદ પાકિસ્તાનથી આફ્રિકા શિફ્ટ થયો હતો ઇમરાન તાહિર

IPL2019: Imran Tahir Struggle Story And Interesting Love Story

divyabhaskar.com

Apr 14, 2019, 10:06 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં ચેન્નાઇ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઇ સુપરકિંગ્સની જીતમાં લેગ સ્પિનર ઇમરાન તાહિરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇમરાન તાહિરે IPL કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરની વર્તમાન સિઝનમાં 13 વિકેટ થઇ ગઇ છે. 40 વર્ષીય ઇમરાન તાહિરે ક્રિકેટર બનવા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે. ઇમરાન તાહિર પહેલા પાકિસ્તાન તરફથી અંડર-19માં રમી ચુક્યો છે.1998માં ઇમરાન તાહિર પાકિસ્તાન અંડર-19 ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો, આ પ્રવાસ દરમિયાન તે દક્ષિણ આફ્રિકામાં સેટલ્ડ એક ભારતીય મૂળની યુવતી સુમૈયા દિલદારને દિલ આપી બેઠો હતો. આ પ્રેમને કારણે જ 2006માં ઇમરાન તાહિરે દક્ષિણ આફ્રિકા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો.

ઇમરાન તાહિરે સેલ્સમેન તરીકે પણ કર્યુ છે કામ

ઇમરાન તાહિરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. પોતાના ઘરમાં સૌથી મોટો પુત્ર હોવાને કારણે નાની ઉંમરમાં જ નોકરી કરવી પડી હતી. 16 વર્ષની ઉંમરમાં તે એક મોલમાં સેલ્સમેનની નોકરી કરતો હતો. ઇમરાન તાહિરનું પાકિસ્તાનની અંડર-19 ટીમમાં સિલેક્શ થયુ હતું અને તે પાકિસ્તાનની એ ટીમ તરફથી પણ ક્રિકેટ રમ્યો હતો. જોકે, પાકિસ્તાનની નેશનલ ટીમમાં તેનું સિલેક્શન થયુ નહતું.પાકિસ્તાનના સિલેક્ટર્સે ટીમમાં પસંદ ના કરતા ઇમરાન તાહિર કાઉન્ટી ક્રિકેટ રમવા ગયો હતો,જોકે ત્યાં પણ તે વધુ સમય ટકી શક્યો નહતો. તે બાદ તાહિર દક્ષિણ આફ્રિકા ગયો જ્યાં પાંચ વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. ઇમરાન તાહિરે 24 ફેબ્રુઆરી, 2011માં દક્ષિણ આફ્રિકા માટે વન ડે ડેબ્યૂ કર્યુ હતું.

પાકિસ્તાન માટે રમતો હતો ક્રિકેટ

1997 દરમિયાન ઇમરાન તાહિર પાકિસ્તાન માટે ક્રિકેટ રમતો હતો.અંડર-19 ટીમ સાથે તે 1998માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ ગયો હતો. દરમિયાન ડરબનમાં તેની મુલાકાત ભારતીય મૂળની યુવતી સુમૈયા દિલદાર સાથે થઇ હતી.બન્નેની મુલાકાત મિત્રતામાં બદલાઇ ગઇ અને પ્રેમ થઇ ગયો.પ્રેમને કારણે ઇમરાને 2006માં પાકિસ્તાન છોડવા અને પોતાની ક્રિકેટ કારકિર્દીને દાવ પર મુકવાનો નિર્ણય કર્યો હતો.

આ રીતે શરૂ થઇ લવ સ્ટોરી

ઇમરાન અનુસાર આ તેમનો પ્રથમ નજરનો પ્રેમ હતો. જ્યારે તેની ટીમ દક્ષિણ આફ્રિકા ટૂરથી પરત ફરી રહી હતી તો એરપોર્ટ પર તેને સુમૈયાને જોઇ હતી. તે ત્યારે તેની સાથે વાત કરવા માંગતો હતો પરંતુ આમ ન થઇ શક્યુ.પ્રેમને કારણે ઇમરાને પરત દક્ષિણ આફ્રિકા જવાનો નિર્ણય કર્યો. સુમૈયા ડરબનમાં રહેતી હતી.ઘણી મહેનત બાદ ઇમરાને તેને શોધી લીધી. બન્ને વચ્ચે કેટલીક મુલાકાતો થઇ અને મિત્રતા પ્રેમમાં બદલાઇ અને બન્નેએ થોડા સમયમાં લગ્ન કરી લીધા. - ઇમરાન તાહિર તેની પત્નીને કારણે જ આજે દક્ષિણ આફ્રિકા તરફથી ક્રિકેટ રમી રહ્યોં છે.સુમૈયા અને ઇમરાન તાહિરને એક પુત્ર છે જેનુ નામ ગિબરાન રાખ્યુ છે.

IPL મેચમાં નહતો રમતો ચેન્નાઇ સુપરકિંગ્સનો ધ્રૂવ શૌરી, છતા મળ્યા 1 લાખ રૂપિયા

X
IPL2019: Imran Tahir Struggle Story And Interesting Love Story
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી