IPL / ક્રિસ ગેલનો એક હાથથી કેચ પકડનાર પ્રશંસક બન્યો લખપતિ

IPL2019: Chris Gayle One Handed Fan Catch Of The Match Rewarded 1 Lakh

divyabhaskar.com

Apr 13, 2019, 10:44 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં ક્રિસ ગેલની સાથે સાથે તેનો એક કેચ પકડનાર એક ફેન્સ પણ લખપતિ બન્યો હતો. ક્રિકેટમાં કહેવાય છે કે કેચ પકડો અને મેચ જીતો. IPLમાં આ વખતે પેવેલિયનમાં બેઠેલા ફેન્સને એક હાથથી કેચ પકડવા પર હેરિયર તરફથી એક લાખ રૂપિયા આપવામાં આવે છે. IPLમાં આ ફેન્સે એક હાથે ક્રિસ ગેલનો કેચ પકડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ક્રિસ ગેલ 99 રન બનાવી અણનમ રહ્યો હતો.

ફેન્સ બન્યો લખપતિ

IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબના ક્રિસ ગેલે મેચની 17મી ઓવરના ત્રીજા બોલ પર મોહમ્મદ સિરાજને એક સિક્સર ફટકારી હતી. જે બોલને પેવેલિયનમાં ફેન્સે એક હાથથી પકડી લીધો હતો. BCCIએ આઇપીએલમાં હેરિયર ફેન કેચ સ્પર્ધાના પ્રારંભની જાહેરાત કરી હતી. આ સ્પર્ધા હેઠળ દરેક મેચમાં એક હાથથી કેચ પકડવા માટે એક લાખ રૂપિયા મળશે અને જે કેચ સૌથી સારો હશે તે ફેન્સને ટાટાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી કાર (SUV) હેરિયર પોતાના ઘરે લઇ જવાની તક મળશે.બીસીસીઆઇએ આઇપીએલમાં તેના ઓફિશિયલ પાર્ટનર ટાટા હેરિયર એસયૂવીને આઇપીએલ-2019ની લીડ બ્રાંડ જાહેર કરી છે. બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે હેરિયરને આઇપીએલ દરમિયાન હેરિયર ફેન કેચ એવોર્ડમાં પણ સામેલ કરવામાં આવી રહી છે, જ્યાં એક હાથથી સિક્સર પર કેચ પકડનારા ફેન્સને એક લાખ રૂપિયાનો એવોર્ડ મળશે.

ન્યૂઝીલેન્ડમાં વન ડે મેચમાં એક હાથે કેચ પકડનારને અપાય છે લાખો રૂપિયા

ન્યૂઝીલેન્ડમાં ટુર્ઇ કેચ પકડો સ્પર્ધા યોજાય છે. જેમાં બેટ્સમેન સિક્સર ફટકારે ત્યારે એક હાથથી કેચ પકડનારા ફેન્સે લાખો રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આ સ્પર્ધાની શરત હોય છે કે જે દર્શક એક હાથથી કેચ પકડશે તેને ટુર્ઇ કંપનીની ટી શર્ટ પહેરવી પડશે. ટુર્ઇ ન્યૂઝીલેન્ડની કંપની છે જે પહેલા પણ આ રીતની સ્પર્ધા કરાવી ચુકી છે. કેચ પકડો લખપતિ બનો સ્પર્ધા ન્યૂઝીલેન્ડની ઘરેલુ સિઝનમાં વન ડે અને ટી-20માં માન્ય ગણાય છે. જો કોઇ ફેન્સ એક હાથથી કેચ પકડે છે તો તેને 50 હજાર ન્યૂઝીલેન્ડ ડૉલર (22 લાખ 8 હજાર રૂપિયા) આપવામાં આવે છે.

X
IPL2019: Chris Gayle One Handed Fan Catch Of The Match Rewarded 1 Lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી