તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબીમાં જીવતો ઝિમ્બાબ્વેનો ક્રિકેટર, ટોયલેટ સાફ કરી ચલાવતો હતો ઘર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભલે વિરાટ કોહલી, એમએસ ધોની અને કેટલાક ભારતીય, ઓસ્ટ્રેલિયન અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટર્સ કરોડો રૂપિયામાં રમાતા હોય પરંતુ કેટલાક ક્રિકેટર એવા પણ છે જેમને લાઇફમાં ગરીબીનો સામનો કરવો પડ્યો છે. ઝિમ્બાબ્વેના સ્પિનર રેમંડ પ્રાઇસનું જીવન પણ અત્યંત ગરીબીમાં વિત્યુ છે. 

 

ટોયલેટ સાફ કરતો હતો ઝિમ્બાબ્વેનો બોલર

 

રે પ્રાઇસ ક્રિકેટર બન્યા પહેલા પોતાના પરિવારનું પેટ ભરવા માટે કેટલીક નાની મોટી જોબ પણ કરી છે. રે પ્રાઇસે એસી રિપેરિંગથી લઇને ટોયલેટ સાફ કર્યુ છે. એટલુ જ નહી જ્યારે રે પ્રાઇસનો જન્મ થયો ત્યારે તેના બચવાના માત્ર 25 ટકા ચાન્સ હતા. રે પ્રાઇસ સાંભળી શકતો નહતો પરંતુ સર્જરી બાદ તે બરાબર થઇ ગયો હતો.રે પ્રાઇસે વર્ષ 1999માં ટેસ્ટ અને 2002માં વન ડે ડેબ્યૂ કર્યુ પરંતુ વર્ષ 2004માં ઝિમ્બાબ્વેની ટીમના તમામ વ્હાઇટ ખેલાડીઓને કાઢી નાખવામાં આવ્યા હતા. રે પ્રાઇસ પણ તે ખેલાડીઓમાંથી એક હતો.

 

રે પ્રાઇસ ચાલાક બોલર હતો, તે રન આપતો નહતો અને તક મળતા જ વિકેટ પણ ઝડપી લેતો હતો. વર્ષ 2011માં ભારતીય ધરતી પર રમાયેલા વર્લ્ડકપમાં પ્રાઇસે ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી. વર્ષ 2011માં રમાયેલી આઇપીએલમાં પણ રે પ્રાઇસને રમવાની તક મળી હતી. મુંબઇ ઇન્ડિયન્સે મોસેસ હેનરીકના ઇજાગ્રસ્ત થયા બાદ રે પ્રાઇસને 50 હજાર ડોલરમાં ખરીદ્યો હતો. જોકે, તેને 1 મેચમાં જ રમવાની તક મળી હતી અને કોઇ વિકેટ લઇ શક્યો નહતો. આ ટીમનો કેપ્ટન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હતો.ઝિમ્બાબ્વે ક્રિકેટમાં ઉત્સેયા સાથે સૌથી સફળ બોલર પણ બન્યો.

 

ભલભલા બેટ્સમેનોને ભારે પડ્યા છે ભારતના આ ફાસ્ટ બોલર્સ

અન્ય સમાચારો પણ છે...