તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલભલા બેટ્સમેનોને ભારે પડ્યા છે ભારતના આ ફાસ્ટ બોલર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પોતાના 35માં (27 જૂન, 1983) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ડેલ સ્ટેને પોતાની બોલિંગથી ભલભલા બેટ્સમેનોને આઉટ કર્યા છે. સ્ટેને 156.2 કિમીની ઝડપથી પણ બોલ ફેક્યો છે.દરમિયાન અમે તમને આ પેકેજમાં ભારતીય બોલરોની સ્પિડ વિશે જણાવી રહ્યાં છીએ. ભારતીય ટીમમાં ઝહિર ખાન, ઇરફાન પઠાણ, આશિષ નેહરા જેવા ફાસ્ટ બોલર હતા. જે 140થી વધુની સ્પિડથી બોલ ફેકી શકતા હતા. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સ્પિડથી બોલ ફેકવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. શોએબ અખ્તરે 161.3ની સ્પિડથી 2003માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બોલ ફેક્યો હતો.

 

અજીત અગરકર:

 

મુંબઇના ફાસ્ટ બોલર અજીત અગરકર લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમ્યો. કારકિર્દીની શરૂઆતમાં ઘાતક યોર્કર બોલ સાથે વિકેટ  ઝડપવામાં અગરકર માહેર હતો. 

અગરકર જવાગલ શ્રીનાથ પછી સૌથી સફળ બોલર રહ્યો હતો. અગરકરે વન ડેમાં 191 મેચમાં 228 વિકેટ ઝડપી  છે. અગરકરે કારકિર્દીની શરૂઆતમાં વર્ષ 2001માં 146 કિમી પ્રતિ 

કલાકની ઝડપથી બોલ ફેકી હતી.

 

મોહમ્મદ શમી:

 

મોહમ્મદ શમી ભારતના વિશ્વાસપાત્ર બોલરમાંથી એક છે. વર્તમાન ભારતીય ટીમમાં તે તમામ ફોર્મેટમાં પોતાની બોલિંગથી અનેક બેટ્સમેનોને આઉટ કરી ચુક્યો છે. શમી 135 પ્રતિ 

કલાકની ઝડપથી બોલિંગ કરે છે. શમીએ પોતાની કારકિર્દીની સૌથી ઝડપી બોલ 146 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફેક્યો છે.

 

ઝહિર ખાન:

 

ભારતના સૌથી સફળ બોલરમાંથી એક ઝહિર ખાનની ઘાતક બોલિંગથી તમામ પરિચીત છે. એક સમય હતો જ્યારે ધોનીએ ઝહિર ખાનને ભારતીય બોલિંગનો સચિન તેંડુલકર ગણાવ્યો 

હતો. ઝહિર ફાસ્ટ ઇનસ્વિંગ યોર્કર સાથે નકલ બોલ ફેકવામાં માહેર હતો. સ્પીડની વાત કરીએ તો ઝહિર 140 કિમીની ઝડપથી બોલ ફેકતો હતો. ઝહિરે પોતાની કારકિર્દીમાં સૌથી ઝડપી 

બોલ 146 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફેક્યો હતો.

 

આરપી સિંહ:

 

ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર રૂદ્રપ્રતાપ સિંહને કેપ્ટન ધોનીનો સૌથી વિશ્વાસપાત્ર બોલર માનવામાં આવતો હતો. 2007 ટી-20 વર્લ્ડકપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં આ 

બોલરનું મહત્વનું યોગદાન રહ્યુ હતું. આરપી સિંહે ઓસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન સૌથી ઝડપી 147 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો પરંતુ તે પોતાની લય બનાવી રાખવામાં 

સફળ થયો નહતો જે બાદ તેને પોતાની સ્પીડ ઓછી કરવી પડી હતી.

 

શ્રીસંથ:

 

વિદેશની ધરતી પર ભારત તરફથી શ્રીસંત સૌથી સફળ બોલર રહ્યો હતો. રિસ્ટ મુવમેન્ટ સાથે આઉટ સ્વિંગ ફેકનારા શ્રીસંથના બોલ પર બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દેતા હતા. 

શ્રીસંતની કારકિર્દી ભલે સમાપ્ત થઇ ગઇ હોય પરંતુ  27 ટેસ્ટ મેચમાં 87 વિકેટ ઝડપનારા શ્રીસંત 149 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકી ચુક્યો છે.

 

આશિષ નેહરા

 

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેનારા આશિષ નેહરા માટે 2003નું વર્ષ શાનદાર રહ્યુ હતું. 2003ના વર્લ્ડકપમાં આશિષ નેહરાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 23 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન સતત આશરે 150 કિમીની ઝડપથી બોલ ફેકી હતી.

 

ઇશાંત શર્મા:

 

ઇશાંત શર્મા વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે હુકમનો એક્કો સાબિત થયો હતો. ઇશાંત શર્માએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઇશાંત આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર કહેર બનીને તુટી પડ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ઇશાંત શર્માએ પોતાની કારકિર્દીની સૌથી ઝડપી 152.6 કિમી પ્રતિ ઝડપથી બોલ ફેક્યો હતો.

 

ઉમેશ યાદવ:

 

ઉમેશ યાદવ વર્તમાન ટીમ ઇન્ડિયામાં સૌથી ઝડપી બોલિંગ કરતો બોલર છે. આઇપીએલની આ સિઝનમાં ઉમેશ યાદવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યુ છે. 

ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટ્રાઇ સિરીઝમાં શ્રીલંકા વિરૂદ્ધ 152.5 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો.

 

વરૂણ એરોન:

 

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વરૂણ એરોનને ફાસ્ટ બોલરની શ્રેણીમાં સૌથી મોટી ખોજ ગણવામાં આવે છે. વરૂણ એરોન ઝારખંડ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી 

બોલિંગ કરનાર વરૂણ નેશનલ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. વરૂણ એરોને 2014માં શ્રીલંકા વિરૂદ્ધ વન ડે મેચમાં પોતાની કારકિર્દીની સૌથી ઝડપી 152.5 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો.


જીમમાં કસરતથી લઇ ફૂટબોલ રમવા સુધી,મેચ પહેલા સમય વિતાવે છે ક્રિકેટર

 

 

જવાગલ શ્રીનાથ

 

ભારત માટે સૌથી પહેલા 300 વિકેટ ઝડપનારા પૂર્વ બોલર જવાગલ શ્રીનાથ પોતાની કારકિર્દીના અંત સુધી બોલિંગ વિભાગને લીડ કરતો હતો. શ્રીનાથની સૌથી મોટી ખાસીયત તેની સીધી લાઇન લેન્થ અને શાનદાર એક્શન હતી જેના દમ પર તે હંમેશા વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. શ્રીનાથે 1999ના વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાન વિરૂદ્ધ 154.5 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો. આ સાથે જ વર્લ્ડકપમાં શોએબ અખ્તર બાદ સૌથી ઝડપી બોલ ફેકનાર બોલર બની ગયો હતો. વર્ષ 2003માં શ્રીનાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.

 

 

અન્ય સમાચારો પણ છે...