તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયરિશ બોલરના બાઉન્સરનો જવાબ ધવને સિક્સર ફટકારીને આપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર શિખર ધવન જોરદાર ફોર્મમાં છે. ધવનનું ફોર્મ આયરલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં પણ જોવા મળ્યુ હતું. ધવને રોહિત શર્મા સાથે મળી ભારતની સૌથી 

મોટી ટી-20ની ભાગીદારી કરી હતી. ધવનને એક સમયે આયરલેન્ડના બોલર પીટર ચેસ બાઉન્સર ફેક્યો હતો જે તેના હેલમેટ પર લાગ્યો હતો. તે બાદ ધવને પોતાનો ગેર બદલ્યો હતો અને 45 બોલમાં આક્રમક 74 રનની ઇનિંગ રમી હતી.

 

શિખર ધવને રમી આક્રમક રમત

 

મેચની છઠ્ઠી ઓવર આયરલેન્ડનો ફાસ્ટ બોલર પીટર ચેસ ફેકી રહ્યો હતો. ઓવરનો ત્રીજો બોલ તેને બાઉન્સર ફેક્યો હતો, જે સીધો શિખર ધવનના હેલમેટ પર લાગ્યો હતો. જોકે, ધવને આ પહેલા જ તેને હુક લગાવવાનું વિચાર્યુ હતું પરંતુ પોઝિશનમાં ના હોવાને કારણે તે ચુકી ગયો હતો. ગબ્બરે આ ઓવરના અંતિમ બોલ પર જ એક લાંબી સિક્સર ફટકારી દીધી હતી.ધવને માત્ર 27 બોલમાં 7મી ટી-20 અડધી સદી ફટકારી હતી. ધવનનો ગુસ્સો બીજા આયરિશ બોલરો પર પણ નીકળ્યો હતો. ધવને પોતાની ઇનિંગમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેને ટી-20માં 6000 રન પણ પૂરા કર્યા હતા.

 

ભારત 100મી ટી-20 મેચ રમ્યુ, પ્રથમ ટી-20 રમનારા પ્લેયર શું કરે છે

 

અન્ય સમાચારો પણ છે...