તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sania Mirza Said Always Discouraged In Her Childhood For Pursuing A Career In Sports

સાનિયા મિર્ઝાએ પિતાને ગણાવ્યા મોટા હીરો, કારકિર્દીની શરૂઆતમાં આપ્યો સાથ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું ટેનિસમાં અત્યાર સુધીની સફર ઘણી શાનદાર રહી છે.અત્યાર સુધી 6 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી ચુકેલી સાનિયાએ પણ કારકિર્દીની 

શરૂઆતમાં ઘણુ સહન કરવુ પડ્યુ. એક કાર્યક્રમ દરમિયાન સાનિયા મિર્ઝાએ પોતાની કારકિર્દીને લઇ કેટલાક ખુલાસા કર્યા હતા.

 

સાનિયા મિર્ઝાએ કર્યા ખુલાસા

 

કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતા સાનિયા મિર્ઝાએ કહ્યું કે જ્યારે તેને ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતું તો લોકો તેનું અને તેના માતા પિતાની મજાક ઉડાવતા હતા. મુંબઇમાં યુએન વુમેન મુઝે હક હેના લોન્ચિંગ પ્રસંગે સાનિયાએ કારકિર્દી સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. સાનિયાએ જણાવ્યુ કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે તેને ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતું. 

સાનિયાએ કહ્યું કે જ્યારે મારા માતા-પિતાએ મને ટેનિસ પ્લેયર બનાવવાનો નિર્ણય કર્યો તો મારા અંકલ અને આન્ટીએ કહ્યું હતું કે કાળી થઇ જઇશ, કોઇ લગ્ન નહી કરે.

 

સાનિયા મિર્ઝાએ કહ્યું કે મને લાગે છે કે મારા પિતા મારા સૌથી મોટા હીરો છે, જે તમામ વિરૂદ્ધ ઉભા રહ્યાં અને કહ્યું કે મને કોઇની પરવાહ નથી. પોતાના જૂના દિવસોને યાદ કરતા 

સાનિયા મિર્ઝાએ કહ્યું કે તમામ લોકો મારી અને મારા માતા-પિતાની મજાક ઉડાવતા હતા, તે લોકો કહેતા કે શું લાગે છે તમારી દીકરી માર્ટિના હિંટિસ બની જશે? સાનિયાએ કહ્યું કે નસીબ 

જુઓ, મે પોતાના 3 ગ્રાન્ડ સ્લેમ માર્ટિના હિંગિસ સાથે જ જીત્યા છે. સાનિયાએ કહ્યું કે મારા પરિવારમાં તમામ ક્રિકેટર છે, જેમાં મારા પિતા પણ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક પણ એક પાકિસ્તાની ક્રિકેટર છે. 

 

હોકી ટીમે જીત્યો હતો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, જાણો GOLD ફિલ્મની અસલી કહાની

અન્ય સમાચારો પણ છે...