ટીમ ઇન્ડિયાની જર્સીમાં પ્રથમ વખત જોવા મળ્યો અર્જૂન તેંડુલકર, અંડર-19 ટીમમાં થયો છે સમાવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જૂન તેંડુલકર નેશનલ ટીમમાં જગ્યા બનાવવા મહેનત કરી રહ્યો છે. તાજેતરમાં જ અર્જૂન તેંડુલકરનો શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અર્જૂન તેંડુલકર પ્રથમ વખત ટીમ ઇન્ડિયાની બ્લ્યૂ જર્સીમાં નજરે પડ્યો હતો.

 

પ્રથમ વખત ટીમની જર્સીમાં જોવા મળ્યો સચિનનો પુત્ર

 

અર્જૂન તેંડુલકર ભારતની અંડર-19 ટીમ સાથે જોડાઇ ગયો છે. ભારતની અંડર-19 ટીમ શ્રીલંકા પ્રવાસે 2 ચાર દિવસીય મેચની સાથે પાંચ વન ડે મેચની સિરીઝ પણ રમશે. આ પ્રવાસમાં 

ભારતની અંડર-19 ટીમ પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ મેચ 17 જુલાઇથી 20 જુલાઇ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 24થી 27 જુલાઇ વચ્ચે રમાશે. જ્યારે વન ડે સિરીઝ 30થી 10 ઓગસ્ટ વચ્ચે 

રમાશે. અર્જૂન સાથે ટીમના અન્ય સાથી ખેલાડી પણ જોવા મળ્યા હતા.

 

ભારતીય ક્રિકેટ ટીમને બોલિંગ કરી ચુક્યો છે અર્જૂન

 

અર્જૂન તેંડુલકર ઓલ રાઉન્ડર છે. અર્જૂન ભારતની સીનિયર ટીમના કોચ રવિ શાસ્ત્રી પાસે ટિપ્સ મેળવી ચુક્યો છે. સાથે જ તે વિરાટ કોહલી સહિતના પ્લેયરને નેટ પ્રેક્ટિસ કરાવી ચુક્યો છે.

 

સ્ટાર કિડ્ઝ ક્લબમાં સામેલ થઈ સચિન તેંડુલકરની દીકરી, સારા બની નવી ઈન્ટરનેટ સેન્સેશન

 

અન્ય સમાચારો પણ છે...