બેંગલુરૂ: આઇપીએલ સીઝન-11 માટે બેંગલુરૂમાં ખેલાડીઓની હરાજી પૂર્ણ થઇ હતી. બે દિવસ યોજાયેલી હરાજીમાં 169 ખેલાડી વેચાયા હતા જેમાં 113 ભારતીય અને 56 વિદેશી ક્રિકેટર્સ સામેલ છે. આ ખેલાડીઓમાં 91 કેપ્ડ અને 78 અનકેપ્ડ ખેલાડી સાથે 1 એસોસિએટ દેશનો ક્રિકેટર પણ સામેલ છે. આ હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 431.70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
આઇપીએલ સીઝન 2018ની હરાજીમાં ઇંગ્લેન્ડનો ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘો વેચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે બીજો સૌથી મોંઘો ખેલાડી ક્રિકેટર જયદેવ ઉનડકટ રહ્યો હતો. જેને રાજસ્થાને જ 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજી વખત હરાજીમાં વેચાયો હતો. ગેલને કિંગ્સ ઇલેવન પંજાબે અંતે 2 કરોડમાં ખરીદી લીધો હતો.
ચેન્નાઇ સુપરકિંગ્સ: એમએસ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસિસ, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, શેન વોટસન, કેદાર જાધવ, અંબાતી રાયુડૂ, ઇમરાન તાહિર, કર્ણ શર્મા, શાર્દુલ
ઠાકુર, નારાયણ જગદીશન, મિશેલ સેન્ટનર, દીપક ચહર, કેએમ આસીફ, લુન્ગી નગીડી, કનીષ્ક સેઠ, ધ્રૂવ શૌરી
આગળની સ્લાઇડમાં જુઓ, IPLની તમામ ટીમનું FULL LIST, કઇ ટીમમાં ક્યો છે ખેલાડી....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.