તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લાઇટમાં ઉમેશ યાદવે મુવી જોઇ સમય પસાર કર્યો, મનિષ પાંડેની હેરસ્ટાઇલ બની આકર્ષણનું કેન્દ્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ સામે 27 જૂને પ્રથમ ટી-20 મેચ રમશે. ટીમ ઇન્ડિયા 23 જૂને આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝ માટે રવાના થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં ખેલાડી મસ્તી કરતા જોવા મળ્યા હતા. બીસીસીઆઇએ ટ્વિટર પર તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં હાર્દિક પંડ્યા એન્કર બન્યો છે અને સાથી ખેલાડીઓનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છે. હાર્દિક સાથે યુઝવેન્દ્ર ચહલ નજરે પડી રહ્યો છે.

 

હાર્દિક પંડ્યાએ સાથી ખેલાડીઓનો લીધો ઇન્ટરવ્યૂ

 

હાર્દિક પંડ્યા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે જાય છે અને તેને પૂછે છે કેમ છો?, વિરાટે કહ્યું- સારો છું, શું થયુ? હાર્દિકે પૂછ્યુ- ઇંગ્લેન્ડ ટૂરને લઇ શું તમે ઉત્સાહિત છો? વિરાટ કહે છે, હું ત્યા પહેલા પણ ત્રણ વખત ગયો છું. જેની પર હાર્દિક પૂછે છે, શું તમે અમને બહાર લઇ જશો, કેટલીક સારી જગ્યા બતાવશો. વિરાટ કહે છે, હાં. હું તમને બતાવીશ. ખાસ કરીને લોકેશ રાહુલને લઇ જઇશ. તે ક્યારેય લંડન નથી ગયો ટીમ સાથે. પ્રયાસ કરીશ કે અમે બહાર જઇશું, રિલેક્સ થઇશું અને એન્જોય કરીશું.

 

ઉમેશ યાદવે મુવી જોઇ એન્જોય કર્યુ

 

તે બાદ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રીક ફરહાર્ટ પાસે જાય છએ. તે પૂછે છે- તમે કેમ છો? કઇ જોઇ નથી રહ્યાં, માત્ર પ્લેનને એન્જોય કરી રહ્યાં છો. જેની પર પેટ્રિક કહે છે-હાં. હું ફ્લાઇટને એન્જોય કરી રહ્યો છું. હાર્દિક અને ચહલ ઉમેશ યાદવ પાસે જાય છે, તેને સુપરમેન કહીને બોલાવે છે. હાર્દિકે પૂછ્યુ કે તમે શું જોઇ રહ્યાં છો? જેની પર ઉમેશ જવાબ આપે છએ કે તે મુવી જોઇ રહ્યો છે. જ્યારે હાર્દિક અને ચહલ જસપ્રિત બુમરાહ પાસે ગયા તો તેને જણાવ્યુ કે તે હજુ વિચારી રહ્યો છે કે કઇ મુવી જુવે. જેની પર ચહલ કહે છે કે તેનો પ્રવાસ પુરો થઇ જશે ત્યાર સુધી, તમે વિચારતા જ રહેજો. હાર્દિક અને ચહલ કુલદીપ યાદવ પાસે જઇને પણ આવો જ સવાલ કરે છે.

 

આજે ભારત-આયરલેન્ડ વચ્ચે ટી-20 મેચ, ટીમ ઇન્ડિયાની 100મી મેચ

 

મનિષ પાંડેની નવી હેર સ્ટાઇલ:

 

હાર્દિક પંડ્યા મનિષ પાંડેની નવી હેર સ્ટાઇલ વિશે પૂછે છે  કે કોનાથી પ્રેરિત છે. જેની પર મનિષ કહે છે કે આ હેર સ્ટાઇલનો કોપીરાઇટ પોતાની પાસે જ છે. લોકેશ રાહુલ કહે છે કે તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઇ રહ્યો છે. તે તેની માટે કેટલાક સમયથી તૈયારી કરી રહ્યો હતો. જેની પર હાર્દિક કહે છે કે ત્યા તો બોલ સ્વિંગ થશે. રાહુલ જવાબ આપે છે- તમે ત્યા કઇ બોલ સ્વિંગ કરાવી છે.તમે તો ત્યા માર ખાઇને આવ્યા છો. હાર્દિકના સવાલ પર રોહિત શર્મા કહે છે કે ચહલથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે ચહલને પરસેવો વધુ આવે છે. હાર્દિક અને ચહલ મહેન્દ્રસિંહ ધોની પાસે જાય છે પરંતુ ધોની તેમને આગળ વધવાનો ઇશારો કરી દે છે.

 

અન્ય સમાચારો પણ છે...