આજે ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે, ધોની 10,000 રન પુરા કરી શકે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પ્રથમ વન ડે મેચ રમાશે. સાંજે 5 કલાકે ટ્રેન્ટબ્રિજમાં પ્રથમ વન ડે મેચ રમાશે. આ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે વન ડેમાં 10,000 રન પૂરા કરવાની તક છે. ધોનીના  અત્યારે 318 વન ડેમાં 9967 રન છે. વન ડેમાં અત્યાર સુધી ભારતના સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. આ ઉપરાંત ધોની ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે. જેના માટે તેને 98 રનની જરૂર છે. વિકેટકીપિંગમાં પણ ધોનીને 300 કેચ પુરા કરવા માટે માત્ર 3 કેચની જરૂર છે. વન ડેમાં અત્યાર સુધી એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર (402) અને કુમાર સંગાકારા (383) જ 300 કેચ ઝડપી ચુક્યા છે.

 

ભારત માટે વન ડેમાં નંબર-1 બનવાની તક 

 

જો ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી ક્લીન સ્વિપ સાથે જીતી જાય છે તો રેન્કિંગમાં તે નંબર-1 બની જશે. જો તે એક પણ મેચ હારી જશે તો ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર બનેલી રહેશે. 

 

કોહલી બેટિંગ ક્રમમાં પ્રયોગ કરી ચોથા ક્રમે રમી શકે છે

 

ટી20 શ્રેણીમાં વિરાટે બેટિંગ ક્રમમાં અનેક પ્રયોગ કર્યા હતા. હવે તે મિડલ ઓર્ડરમાં પણ પ્રયોગ કરવા ઉતરશે. કોહલી સામાન્ય રીતે ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરે છે. જોકે આ મેચમાં તે પ્રયોગ કરતા ચોથા નંબરે ઉતરી શકે છે. બની શકે કે તે ત્રીજા સ્થાને કે.એલ. રાહુલને તક આપે. તેણે ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં રાહુલને ત્રીજા નંબરે ઉતાર્યો હતો. 

 

ભારત-ઇંગ્લેન્ડ વન ડે સિરીઝમાં આ રેકોર્ડ પણ બની શકે

 

- લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વન ડેમાં 50 વિકેટ પૂર્ણ કરવાથી માત્ર 7 વિકેટ દૂર છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તે આ સિદ્ધિ મેળવી શકે છે.
- ભુવનેશ્વર કુમાર વન ડેમાં 100 વિકેટ પૂર્ણ કરી શકે છે. ભુવનેશ્વર કુમાર આ રેકોર્ડથી માત્ર 10 વિકેટ દૂર છે. ભુવી વન ડેમાં અત્યાર સુધી 90 વિકેટ ઝડપી ચુક્યો છે.
- ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વન ડેમાં 10,000 રન બનાવનાર ખેલાડીઓની ક્લબમાં સામેલ થઇ શકે છે. વન ડેમાં 10,000 રન પુરા કરવા માટે વિરાટ કોહલીએ 412 રનની જરૂર છે.  

- વન ડેમાં સુરેશ રૈના 8 હજાર રન પુરા કરી શકે છે. રૈનાને આ સિદ્ધિ મેળવવા માટે 60 રનની જરૂર છે.

 


વન ડેમાં ભારતને નંબર-1 બનવાની તક, ઇંગ્લેન્ડનો 3-0થી કરવો પડશે વ્હાઇટવોશ

 

 

અન્ય સમાચારો પણ છે...