સતત પાંચ ટેસ્ટમાં સદી ફટકારના એકમાત્ર ભારતીય છે ગંભીર, 2011ના વર્લ્ડકપમાં જીતનો હીરો હતો

divyabhaskar.com

Dec 05, 2018, 02:39 PM IST
Gautam Gambhir announces retirement: 2011 Worldcup Champion Team Hero

સ્પોર્ટ્સ ડેસ્ક: ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે, તેને ટ્વીટ કરી એલાન કર્યુ છે. ગંભીરે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2016માં રાજકોટમાં રમી હતી, તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નવથી 13 નવેમ્બર સુધી રમાયેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 29 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 0 રને આઉટ થઇ ગયો હતો. ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ગંભીરે 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા વિરૂદ્ધ મહત્વની 97 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. 2007માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ પણ ગંભીરે 75 રન બનાવ્યા હતા.

ભારે મનથી લીધો નિર્ણય: ગંભીર

ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યુ, 'સૌથી કઠિન નિર્ણય અવાર નવાર ભારે મનથી લેવામાં આવે છે અને એક ભારે મન સાથે હું એક એવુ એલાન કરવાનો નિર્ણય કર્યો છે, જે મારા જીવનનો સૌથી કઠિન નિર્ણય છે.'
- ગંભીરે આ સબંધમાં ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેને કહ્યું, '2014થી જ મને લાગવા લાગ્યુ હતું કે કરિયર પૂર્ણ થવાની છે. જોકે, જોરદાર મહેનત કરીને વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે આ વર્ષે આઇપીએલમાં છ ઇનિંગમાં ફેલ થયો ત્યારે મનમાં શંકા નહતી રહી.
- આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ રણજી મેચ ગંભીરની કરિયરની અંતિમ મેચ હશે. ગંભીરે વીડિયોમાં તમામ ફેન્સ, પોતાના કોચ સંજય ભારદ્વાજ, પાર્થસારથી શર્મા, જસ્ટિન લેન્ગર, નોડી હોલ્ડર, તમામ ક્યૂરેટર્સ, ગ્રાઉન્ડ્સમેન અને નેટ બોલરોનો આભાર માન્યો હતો.
- ગંભીરે ટીમ ઇન્ડિયા, કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને દિલ્હીની રાજ્ય ટીમના તમામ કોચ અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો જેની સાથે કામ કર્યુ છે, તેણે પરિવારના સભ્યો, માતા-પિતા, પત્ની, બાળક, મામા-મામી,નાની, બહેન અને મિત્રોનો પણ આભાર માન્યો હતો.

ગંભીરની ટેસ્ટમાં 40+ની એવરેજ

- ગંભીરે 58 ટેસ્ટમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા છે, તેના ટેસ્ટમાં નવ અને વન ડેમાં 11 સદી છે. ટેસ્ટમાં તેનો હાઇએસ્ટ 206 અને વન ડેમાં 150* રન છે. ટી-20માં એક પણ સદી તે ફટકારી શક્યો નથી. આ ફોર્મેટમાં તેનો હાઇએસ્ટ 75 રનનો સ્કોર રહ્યો છે.
- 37 વર્ષના ગંભીરે એપ્રિલ 2003માં ઢાકામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે રમીને પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેને 11 રન બનાવ્યા હતા. ભારત તે મેચ 200 રનથી જીત્યુ હતું.
- ગંભીરે પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત નવેમ્બર 2004માં મુંબઇમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી હતી, તે મેચમાં પણ તે ખાસ પ્રભાવ છોડી શક્યો નહતો. પ્રથમ ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં એક રન બનાવ્યો હતો.
- ગંભીરે પોતાની બીજી ટેસ્ટ નવેમ્બર 2004માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી. કાનપુરમાં રમાયેલી તે મેચમાં તેને 96 રનની ઇનિંગ રમી હતી. ગંભીરે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ચિટગાંવમાં ફટકારી હતી.
- વન ડેમાં પ્રથમ સદી માટે ગંભીરે 31 મહિના રાહ જોવી પડી હતી, તેને પોતાની પ્રથમ વન ડે સદી છ નવેમ્બર 2005માં અમદાવાદમાં શ્રીલંકા વિરૂદ્ધ ફટકારી હતી.જોકે, તે મેચ શ્રીલંકા પાંચ વિકેટે જીત્યુ હતું.
- ગંભીર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10000+ રન બનાવનારો 13મો ભારતીય છે, તેનાથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા ભારતીયોમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્રસિંહ ધોની, મોહમ્મદ અઝહરૂદ્દીન, સુનીલ ગાવસ્કર, યુવરાજ સિંહ, રોહિત શર્મા, વીવીએસ લક્ષ્મણ, દિલીપ વેંગસરકર છે.

સતત પાંચ ટેસ્ટ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય

ગંભીરે 2008થી 2010 વચ્ચે સતત 11 ટેસ્ટમાં ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી છે, આવુ કરી તેને વિવિયન રિચર્ડ્સના રેકોર્ડની બરાબરી કરી હતી. રિચર્ડ્સે 1976-1977 દરમિયાન આવુ કર્યુ હતું, તેને 2009-2010 દરમિયાન સતત પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહ્યો

- 2009માં ગંભીર આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પણ પહોચ્યો હતો, તેને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ ચાર સદી ફટકારી હતી, તે વર્ષે તેને આઇસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરની ટ્રોફી પણ મળી હતી.
- ગંભીરે આ દરમિયાન ટેસ્ટમાં એક મહત્વની ઇનિંગ રમી હતી, તેને માર્ચ 2009માં નેપિયરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફોલોઓન રમતા 643 મિનિટ ક્રીઝ પર વિતાવ્યા અને 137 રન બનાવી ટીમને હારથી બચાવી હતી.
- ગૌતમ ગંભીરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની કેપ્ટન્સી પણ કરી, તેણે પોતાની આગેવાનીમાં કોલકાતાને 2 વખત 2012 અને 2014માં આઇપીએલમાં ચેમ્પિયન પણ બનાવ્યું.
- આ વર્ષે તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ (પહેલા દિલ્હી ડેરડેવિલ્સ) સાથે જોડાયો હતો, તેણે કેટલીક મેચમાં ટીમની કમાન સંભાળી પણ ખરાબ પ્રદર્શન બાદ ખુદ કેપ્ટન્સી છોડી દીધી હતી. જોકે, બાદમાં ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો.
- ગૌતમ ગંભીરે ચાર સતત ટેસ્ટ સિરીઝમાં 300-300થી વધુ રન બનાવ્યા છે, તેને 2008માં 27 વન ડે રમી અને ભારત માટે સૌથી વધુ 1119 રન બનાવ્યા હતા. ગંભીરે તે વર્ષે ભારત તરફથી વન ડેમાં સૌથી વધુ ત્રણ સદી પણ ફટકારી હતી.

વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતો ભારતીય સ્પોર્ટ્સ સેલિબ્રિટી, હાર્દિક પંડ્યા સહિત ત્રણ ગુજરાતીનો સમાવેશ

X
Gautam Gambhir announces retirement: 2011 Worldcup Champion Team Hero
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી