વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતો ભારતીય સ્પોર્ટ્સ સેલિબ્રિટી, હાર્દિક પંડ્યા સહિત ત્રણ ગુજરાતીનો સમાવેશ

હાર્દિક પંડ્યા કરે છે 28.46 કરોડની કમાણી, વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીમાં બીજા નંબરે

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 02:14 PM
Forbes India: Most Earning Indian Sports Celebrity

સ્પોર્ટ્સ ડેસ્ક: ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી વધુ કમાણી કરતા 100 સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. જેમાં વિરાટ કોહલી સૌથી વધુ કમાણી મામલે ઓવરઓલ સલમાન ખાન પછી બીજા નંબરે જ્યારે સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાં તે પ્રથમ નંબરે છે. વિરાટ કોહલીની વાર્ષિક કમાણી 228 કરોડ આંકવામાં આવી છે. સૌથી વધુ કમાણી મામલે ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી વધુ કમાણી મામલે ટોપ-100માં 21 સ્પોર્ટ્સ પ્લેયરનો સમાવેશ થાય છે. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન,ટેનિસ, બોક્સિંગ અને ગોલ્ફર સામેલ છે.

ટોપ 10માં ત્રણ ક્રિકેટર

વિરાટ કોહલી સિવાય અન્ય 2 ક્રિકેટરનો ટોપ-10 સેલિબ્રિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એમએસ ધોની અને સચિન તેંડુલકરનું નામ સામેલ છે. ધોની 101.77 કરોડની કમાણી સાથે પાંચમા નંબર પર જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 80 કરોડની કમાણી સાથે નવમાં નંબર પર છે.

ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ

ફોર્બ્સે જાહેર કરેલી આ યાદીમાં કમાણી મામલે ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. જેમાં હાર્દિક પંડ્યા 28.46 કરોડની કમાણી સાથે 27માં નંબર પર છે. જ્યારે જસપ્રિત બુમરાહ 16.42 કરોડની કમાણી સાથે 60માં નંબર પર છે.જ્યારે રવિન્દ્ર જાડેજા 15.39 કરોડની કમાણી સાથે 68માં ક્રમ પર છે.

સૌથી વધુ કમાણી કરનારા સ્પોર્ટ્સ સેલિબ્રિટી

રેન્ક ખેલાડીનું નામ કમાણી (કરોડમાં)
2 વિરાટ કોહલી (ક્રિકેટર) 228.09
5 એમએસ ધોની (ક્રિકેટર) 101.77
9 સચિન તેંડુલકર (ક્રિકેટર) 80
20 પીવી સિંધુ (બેડમિન્ટન) 36.5
23 રોહિત શર્મા (ક્રિકેટર) 31.49
27 હાર્દિક પંડ્યા (ક્રિકેટર) 28.46
44 આર.અશ્વિન (ક્રિકેટર) 18.9
52 ભૂવનેશ્વર કુમાર (ક્રિકેટર) 17.26
55 સુરેશ રૈના (ક્રિકેટર) 16.96
58 સાઇના નેહવાલ (બેડમિન્ટ) 16.54
59 લોકેશ રાહુલ (ક્રિકેટર) 16.48
60 જસપ્રિત બુમરાહ (ક્રિકેટર) 16.42
62 શિખર ધવન (ક્રિકેટર) 16.26
68 રવિન્દ્ર જાડેજા (ક્રિકેટર) 15.39
77 મનિષ પાંડે (ક્રિકેટર) 13.08
78 અજિંક્ય રહાણે (ક્રિકેટર) 12.02
81 અનિરબાન લાહિરી (ગોલ્ફર) 11.99
87 શ્રીકાંત કિદામ્બી (બેડમિન્ટન) 10.5
96 વિજેન્દર સિંઘ (બોક્સિંગ) 6.4
98 શુભાંકર શર્મા (ગોલ્ફર) 4.5
99 રોહન બોપન્ના (ટેનિસ) 3.27

X
Forbes India: Most Earning Indian Sports Celebrity
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App