ઝીવા અને ધોનીને હેન્ડલ કરવા છે એકદમ સરળ, વાંચો, સાક્ષીએ પતિ ને દીકરીની જણાવી રસપ્રદ વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની ઘણી ફેન ફોલોઅિંગ છે. ફેન્સ ધોનીની વિકેટકીપિંગ અને બેટિંગની સાથે સાથે તેના શાનદાર અંદાજને પણ પસંદ કરે છે. ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.સાક્ષીનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે જેમાં તેને અલગ અંદાજમાં જ ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે. ઇન્સ્ટાગ્રામની એપમાં એક નવુ ફિચર આવ્યુ છે જેમાં યુઝર પોતાની સ્ટોરી દ્વારા ફોલોઅર્સને સવાલ પૂછવાનું કહી શકે છે. સાક્ષીએ પણ કઇક આવુ જ કર્યુ હતું. તમામ સવાલોના જવાબ આપવા સાક્ષી માટે આસાન નહતા જેને કારણે તેને સિલેક્ટેડ સવાલોના જવાબ આપ્યા છે.

 

ધોનીને લઇને સાક્ષીએ કર્યા ખુલાસાઃ

 

- માહીને લઇ એક યૂઝરે પૂછ્યુ, 'ઝીવા અને માહીમાંથી કોને હેન્ડલ કરવું સૌથી વધુ મુશ્કેલ છે' સાક્ષીએ તેનો જવાબ આપતા જણાવ્યુ કે બન્ને ઘણા ઇઝી ગોઇંગ છે, તો કોઇને હેન્ડલ કરવુ મુશ્કેલ નથી.

- સાક્ષીને એક અન્ય સવાલ એમ પૂછવામાં આવ્યો કે તમને કઇ વસ્તુ મોટિવેટેડ કરે છે. જેની પર તેને કહ્યું, 'મારી દીકરી મને મોટીવેટેડ રાખે છે, કારણ કે તે આગળ ચાલીને મારા રસ્તા પર ચાલશે, તો તેની માટે હું એક સારૂ ઉદાહરણરૂપ બનવા માંગુ છું'
- એક સવાલમાં સાક્ષીને પૂછવામાં આવ્યુ કે માહી સર પર તમારી પ્રથમ ઇમ્પ્રેશન કેવી હતી, જેના જવાબમાં સાક્ષીએ લખ્યું, 'સાધારણ અને જમીન સાથે જોડાયેલ'
- સાક્ષીને એક યૂઝરે પૂછ્યુ કે જ્યારે માહી સર વિનિંગ શોટ ફટકારે છે તે પણ સિક્સર તો તમને કેવુ લાગે છે. જવાબમાં સાક્ષીએ લખ્યુ- 'બિલકુલ એવુ જ જેમ એક ફેન્સને લાગે છે' સાક્ષીએ આ દરમિયાન જણાવ્યુ કે ઝીવાના ફેવરિટ કાર્ટૂન મોગલી અને બગીરા છે.
- જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યુ કે એક સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ અપનાવવી કેટલી મુશ્કેલ હતી, તો તેને લખ્યુ- 'હજુ સુધી અપનાવી નથી' તમે એક પત્નીની જેમ જીવો છો કે એક માતાની જેમ, જેની પર સાક્ષીએ લખ્યુ બન્ને સાથે ચાલે છે.
- સાક્ષીને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે આજે ક્યા રહે છે તો તેની પર સુંદર જવાબ આપ્યો અને લખ્યુ, 'રાંચી, અમને નાના શહેર ઘણા પસંદ છે' આ સિવાય પણ સાક્ષીને રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યા હતા. સાક્ષીને પૂછવામાં આવ્યુ કે શું તમારા ટૂથપેસ્ટમાં નમક છે અથવા તમે ક્રિકેટ રમો છો. પહેલા સવાલનો જવાબ સાક્ષીએ હામાં આપ્યો જ્યારે બીજા સવાલનો જવાબ ના કહ્યો હતો.

 


હાર્દિક પંડ્યા ઇશા ગુપ્તા સાથે કરી રહ્યો છે સીક્રેટ ડેટિંગ, લોકો વચ્ચે આવતા નથી

 

અન્ય સમાચારો પણ છે...