મુકેશ અંબાણી સાથે અમિતાભ બચ્ચને જોઇ FIFA વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ફિફા વર્લ્ડકપનો રોમાંચ ચાલી રહ્યો છે. ફિફા વર્લ્ડકપમાં ક્રોએશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી 

ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચને જોવા માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ બિઝનેસમેન મુકેશ અંબાણીએ આ મેચ નીહાળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

ક્રિકેટ અને ફૂટબોલ મેચને મિસ કરતા નથી બચ્ચન

 

અમિતાભ બચ્ચન ક્રિકેટ અને ફૂટબોલ મેચને ક્યારેય મિસ કરતા નથી. અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી બન્ને પરિવારના લોકો ફૂટબોલ લવર છે. આટલુ જ નહી બન્ને સારા મિત્ર પણ 

છે. કેટલાક દિવસ પહેલા મુકેશ અંબાણી અને આકાશની સગાઇમાં બચ્ચન પરિવાર નજરે પડ્યો હતો. અમિતાભ બચ્ચન નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન સાથે રશિયામાં છે. મુકેશ અંબાણી પણ નીતા અંબાણી સાથે રશિયામાં છે.

 

અમદાવાદ-સુરતથી પણ ઓછી છે ક્રોએશિયાની વસ્તી, ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાથી એક કદમ દૂર

 

અન્ય સમાચારો પણ છે...