પ્રથમ ટેસ્ટ/ કાલથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ, એડિલેડમાં 15 વર્ષથી નથી જીત્યું ભારત

divyabhaskar.com

Dec 05, 2018, 02:38 PM IST
India Vs Australia First Test Match At Adeleade Match Preview And Analysis

એડિલેડ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ છ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ભારતે આ મેદાન પર પ્રથમ વખત 1948માં ટેસ્ટ રમી હતી, ત્યારથી અત્યાર સુધી અહી તેને 11 ટેસ્ટ રમી છે. જેમાંથી સાતમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને અહી એકમાત્ર જીત ડિસેમ્બર 2003માં મળી હતી, ત્યારે તેને ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું હતું. તે બાદથી ભારતે અહી ત્રણ ટેસ્ટ રમી છે, જેમાં 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એકે ટેસ્ટ ડ્રો થઇ છે.

ભારત અહી પોતાની ગત બન્ને ટેસ્ટમાં હાર્યું

બન્ને ટીમો વચ્ચે અહીં ગત પાંચ ટેસ્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને ભારતે એક મેચ જીતી છે જ્યારે એક ટેસ્ટ ડ્રો રહી છે. ડિસેમ્બર 1999માં ઓસ્ટ્રેલિયાએ 285 રન અને 2003માં ભારતે ચાર વિકેટથી જીત મેળવી હતી. જાન્યુઆરી 2008માં બન્ને ટીમ વચ્ચે રમાયેલ ટેસ્ટ ડ્રો થઇ હતી. તે બાદ ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરી 2012 અને ડિસેમ્બર 2014માં ક્રમશ 298 અને 48 રનથી ભારતને હરાવ્યું હતું.

ભારત અહીં એક વખત ઇનિંગના અંતરથી પણ હાર્યું

આ મેદાન પર ટેસ્ટમાં ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી જીત જાન્યુઆરી 1948માં થઇ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને ઇનિંગ અને 16 રનથી હરાવ્યું હતું, તે બાદથી ભારત એડિલેડમાં ક્યારેય ઇનિંગના અંતરથી હાર્યુ નથી. 1948ની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની ડોન બ્રેડમેન જ્યારે ભારતનું નેતૃત્વ લાલા અમરનાથે કર્યુ હતું.


70 વર્ષ પહેલા વિજય હઝારેએ બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી

તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સિડ બર્નેસ, લિન્ડસે હેસ્સેટની સદી અને બ્રેડમેનની બેવડી સદીની મદદથી 674 રન બનાવ્યા હતા. ભારતે વિજય હઝારે અને દત્તુ ફડકરની સદીની મદદથી પ્રથમ ઇનિંગમાં 381 રન બનાવ્યા પરંતુ તે ફોલોઓન બચાવી શક્યુ નહતું. બીજી ઇનિંગમાં વિજય હઝારેએ 145 રનની ઇનિંગ રમી પરંતુ તે ટીમને જીતાડી શક્યા નહતા.


એડિલેડમાં ઓસ્ટ્રેલિયાનો સક્સેસ રેટ 70%

એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 76 ટેસ્ટ રમી છે. જેમાંથી તેને 40માં જીત મળી છે જ્યારે 17માં હારનો સામનો કરવો પડ્યો છે. 19 મુકાબલા ડ્રો થયા છે. ઓસ્ટ્રેલિયા ગત આઠ વર્ષથી અહી નથી હાર્યું. અંતિમ વખત 2010માં ઇંગ્લેન્ડે તેને હરાવ્યું હતું, તે ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ઇનિંગ અને 71 રને જીતી ગયુ હતું. આ ઓસ્ટ્રેલિયાની આ મેદાન પર બીજી સૌથી મોટી હાર હતી. આ પહેલા ઇંગ્લેન્ડે 1892માં તેને ઇનિંગ અને 230 રનથી હરાવ્યું હતું. 2010 બાદથી ઓસ્ટ્રેલિયા અહી સાત ટેસ્ટ રમ્યુ છે. જેમાંથી છમાં જીત મેળવી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.


ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ગત પાંચ ટેસ્ટ જીતી

આ મેદાન પર ગત પાંચ ટેસ્ટની વાત કરીએ તો તમામમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જીત મેળવી છે, તેને ડિસેમ્બર 2013માં ઇંગ્લેન્ડને 218 રન, ડિસેમ્બર 2014માં ભારતને 48 રન, નવેમ્બર 2015માં ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટ, નવેમ્બર 2016માં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટ અને ડિસેમ્બર 2017માં ઇંગ્લેન્ડને 120 રનથી હરાવ્યું છે.

દ્રવિડને પાછળ છોડી શકે છે કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અહીં બે ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 394 રન બનાવ્યા છે. અહીં તેની એવરેજ 98.50ની રહી છે. વિરાટ એડિલેડમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેનમાં બીજા નંબર પર છે. પ્રથમ નંબરે રાહુલ દ્રવિડ છે, તેને અહી ચાર ટેસ્ટમાં એક સદીની મદદથી 401 રન બનાવ્યા છે. એડિલેડમાં સૌથી વધુ એવરેજથી રન બનાવનારા ભારતીય બેટ્સમેન વિજય હઝારે છે, તેને અહી એક ટેસ્ટ રમી છે જેમાં 130.50ની એવરેજથી 261 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં 1000 રનથી 8 રન દૂર છે વિરાટ કોહલી

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 પુરા કરવાથી આઠ રન દૂર છે. ભારતીય બેટ્સમેનોમાં અત્યાર સુધી રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર જ ઓસ્ટ્રેલિયામાં એક હજાર કે તેથી વધુ રન બનાવી શક્યા છે. આ યાદીમાં સચિન 1809 રન સાથે સૌથી આગળ છે. લક્ષ્મણના નામે 1236 રન અને દ્રવિડના નામે 1143 રન છે. વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયામાં આઠ ટેસ્ટમાં 992 રન છે.

સંભવિત ટીમ આ રીતે છે:

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ

ઓસ્ટ્રેલિયા: માર્કસ હેરિસ, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેન્ડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન (કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ

એડિલેડ ટેસ્ટ/ ભારતે અંતિમ-12 ખેલાડીઓની કરી જાહેરાત, ભૂવનેશ્વર-કુલદીપને ના મળી જગ્યા

X
India Vs Australia First Test Match At Adeleade Match Preview And Analysis
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી