તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટમાં કરિયર બનાવવા રિષભ પંતે ત્રણ રાજ્ય બદલ્યા, પિતાના મોતના બે દિવસ બાદ IPLમાં ફટકારી અડધી સદી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની તુલના એમએસ ધોની સાથે થઇ રહી છે. ઇંગ્લેન્ડ પ્રવાસની અંતિમ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટ ટેસ્ટમાં પણ 92 રનની ઝડપી ઇનિંગ રમ્યો હતો. આ પહેલા IPL-11માં 684 રન બનાવી તે બીજો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. 2016 અંડર-19 વર્લ્ડકપમાં પણ તેણે ભારતને ફાઇનલ સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.હવે અનેક ક્રિકેટ નિષ્ણાતો વન-ડે ટીમમાં પણ તેની પસંદગીની માગ કરી રહ્યા છે. 

 

રાતોરાત રિષભ પંતને નથી મળી સફળતા

 

રિષભ પંતને આ પ્રકારની સફળતા રાતો-રાત નથી મળી, તેની પાછળ અનેક વર્ષની મહેનત અને લાંબો સંઘર્ષ પણ રહેલો છે. પંતનો જન્મ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો. ઉત્તરાખંડના જ રુડકીમાં તેણે ક્રિકેટ કારકિર્દી શરૂ કરી. ત્યારે તે 12 વર્ષનો હતો ત્યારે પિતા રાજેન્દ્ર પંત તેને સારી તાલિમ અપાવવાના આશયથી દિલ્હી લઈ આવ્યા. દિલ્હીમાં તેમણે પ્રખ્યાત કોચ તારક સિંહાની સોનેટ ક્લબમાં પ્રવેશ અપાવ્યો. લગભગ બે વર્ષની તાલિમ બાદ કોચ તારક સિંહાએ પંતને સારી કારકિર્દીની આશાથી રાજસ્થાન મોકલ્યો. રાજસ્થાનમાં પંત જિલ્લા સ્તરે અન્ડર-14 અને અન્ડર-16 ક્રિકેટ રમ્યો. પરંતુ ત્યાર બાદ તેને બહારનો ગણાવી ટીમમાંથી કાઢી મુકાયો. ત્યાર બાદ તે ફરી દિલ્હી પાછો ફર્યો. તેણે એરફોર્સ સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો અને ત્યાંથી પાછા ફરીને જોયું નથી. 

 

2016માં U-19 ટીમમાં થઇ પસંદગી

 

2016માં રમાયેલી અન્ડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તેની પસંદગી થઈ. આ ટુર્નામેન્ટમાં નેપાળ વિરુદ્ધ તેણે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી. તે અન્ડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હતો. તે જ વર્ષે તેણે દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. તેની પહેલી જ ફર્સ્ટ ક્લાસ સીઝનમાં તેણે ચાર સદી સાથે 1 હજારથી વધુ રન કર્યા. આઈપીએલ-2017માં દિલ્હી ડેરડેવિલ્સે પંતને 1.9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો. પરંતુ પંતનો આનંદ વધુ ટક્યો નહીં. દિલ્હી ડેરડેવિલ્સ માટે આઈપીએલમાં પોતાની પહેલી મેચ રમ્યાના બે દિવસ પહેલા જ તેણે પિતાને ગુમાવ્યા. પંતે તેમ છતાં મેચ રમવાનો નિર્ણય કર્યો. તે માત્ર મેચ રમ્યો જ નહીં,પરંતુ અડધી સદી કરવામાં પણ સફળ રહ્યો. 2017માં જ પંત ભારતીય ટી-20 ટીમમાં પણ પસંદ થયો. તે ભારત માટે ટી-20 રમનારો સૌથી ઓછી વયનો ખેલાડી પણ બન્યો હતો.
 
રેકોર્ડ્સ-એવોર્ડ્સ 

 

- સિક્સર ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં પહેલો રન બનાવનાર ભારતનો પહેલો બેટ્સમેન બન્યો. 

 - ડેબ્યૂ ટેસ્ટમાં એક ઈનિંગમાં પાંચ કેચ. 
 - અન્ડર-19 વર્લ્ડ કપમાં 18 બોલમાં અડધી સદી. 
- રણજીમાં સૌથી ઝડપી સદી (48 બોલ)નો રેકોર્ડ. 

 


2 અઠવાડીયાના બદલે સમગ્ર વિદેશ ટૂર દરમિયાન પત્નીઓને સાથે રહેવાની મંજૂરી મળે- કોહલી; BCCIનો ઈન્કાર

 

અન્ય સમાચારો પણ છે...