ભુવનેશ્વર પત્ની સાથે આફ્રિકામાં મનાવી રહ્યો છે હનિમૂન, શેર કરી તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ હાલ ભારતીય ટીમ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં 2017ના અંતમાં લગ્ન કરનારા ભુવનેશ્વર કુમાર સાથે તેની પત્ની નુપુર નાગર પણ આફ્રિકામાં છે. ટેસ્ટ સિરીઝમાં રમવાની સાથે સાથે ભુવનેશ્વર કુમાર અને નુપુર પોતાનો હનિમૂન પણ મનાવી રહ્યાં છે. તાજેતરમાં ભુવીએ સોશિયલ મીડિયા પર પત્ની સાથે આફ્રિકન સફારીમાં ફરતા હોવાની તસવીરો શેર કરી હતી. આ સફારીમાં અમુક ભારતીય ક્રિકેટર પણ પત્નીઓ સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં 6 વિકેટ લીધા બાદ પણ ભુવનેશ્વરને બીજી ટેસ્ટમાં રમવાની તક મળી નહોતી, જોકે અંતિમ ટેસ્ટમાં તેને ફરી તક મળી શકે છે.

 

 

 

એન્જિનિયર છે ભુવનેશ્વરની પત્ની....

 

- નૂપુર નાગર મેરઠના ગંગાનગરની છે અને ભુવીની પાડોશી છે.
- ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહ અને નૂપુરના પિતા યશપાલ સિંહ નાગર પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે.
- નૂપુર નાગરે એન્જિનિયરિંગ કર્યું છે અને સ્કૂલનો અભ્યાસ દેહરાદુનમાં કર્યો છે. અહીં તે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરી પછી મેરઠ જતી રહી હતી.
- 2010માં 12મું ધોરણ પાસ કર્યા બાદ નૂપુરે નોઇડાથી બીટેકનો અભ્યાસ કર્યો છે. તે નોઇડામાં જ જોબ કરી રહી છે.
- ચાર ભાઇ બહેનમાં નૂપુર સૌથી નાની છે, તેની બે મોટી બહેનો તેમજ ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ ભુવીએ પત્ની સાથેની શેર કરેલી તસવીરો......)