બિગ બોસમાં જોવા મળી શકે છે ભારતીય ટીમનો પ્રતિબંધિત ખેલાડી, ઝરીન ખાન સાથે કરી ચુક્યો છે ફિલ્મ

16 સપ્ટેમ્બરથી બિગ બોસનો થશે પ્રારંભ, સાયમંડ્સ, વિનોદ કાંબલી સહિતના ક્રિકેટર્સ પણ લઇ ચુક્યા છે ભાગ

DivyaBhaskar.Com | Updated - Sep 06, 2018, 12:36 PM
Cricketer Sreesanth to be Part of Bigg Boss 12

સ્પોર્ટ્સ ડેસ્ક: રિયાલિટી શો 'બિગ બોસ' સિઝન-12ને શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોમાં કેટલાક સ્પર્ધક ભાગ લઇ રહ્યાં છે. આ શોમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંથ પણ ભાગ લઇ રહ્યો છે.જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે શ્રીસંથ બિગ બોસને ભાગ બનશે કે નહી પણ પહેલા મીડિયામાં આ વાતની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

શ્રીસંથ બિગ બોસનો ભાગ બની શકે છે

સલમાન ખાને પોતાના આ શો માટે નાના પરદાના કલાકારોની સાથે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ખતરો કે ખેલાડી સિઝન-9માં નજરે પડી ચુકેલા શ્રીસંથને પણ આ શો માટે એપ્રોચ કર્યા છે.જોકે, તે આ શોનો ભાગ બનશે કે નહી તેનો ખુલાસો થઇ શક્યો નથી.

મહત્વપૂર્ણ છે કે આઇપીએલ 2013માં સ્પોટ ફિક્સિંગમાં ફસાવવાને કારણે શ્રીસંથ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે, તેને પોતાની અંતિમ ટેસ્ટ અને વન ડે વર્ષ 2011માં રમી હતી. જે બાદ તેની ક્રિકેટ કરિયર ખરાબ થઇ ગઇ હતી. તે બાદ સપ્ટેમ્બર 2013માં બીસીસીઆઇએ તેની પર આજીવન પ્રતિબંધ મુકી દીધો હતો. વર્ષ 2017માં શ્રીસંથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન સાથે અક્સર-2માં એક વકીલની ભૂમિકા ભજવી હતી. આટલુ જ નહી તેને પોતાનું નસીબ રાજકારણમાં પણ અજમાવ્યુ હતું. વર્ષ 2016માં શ્રીસંથ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અને તિરૂવનંતપુરમથી ચૂંટણી લડ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે સુપરસ્ટાર સલમાન ખાનની હોસ્ટિંગ ધરાવતો આ શો આ વખતે લોનાવાલની જગ્યાએ ગોવામાં લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં સલમાન ગોવા પહોચ્યો હતો. આ શો 16 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. સુત્રો અનુસાર આ શોમાં સૃષ્ટી રોડે, દિવ્યા અગ્રવાલ અને શાલીન ભનોટ જેવા સ્ટાર સ્પર્ધક તરીકે જોવા મળશે. તમામ હસ્તી ઘરની અંદર એકલા જ એન્ટ્રી કરશે.

X
Cricketer Sreesanth to be Part of Bigg Boss 12
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App